Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુશાંત વિષે સૈફે કહ્યું, લોકો એની ટ્રેજેડીમાંથી માઇલેજ લે છે

સુશાંત વિષે સૈફે કહ્યું, લોકો એની ટ્રેજેડીમાંથી માઇલેજ લે છે

16 June, 2020 05:07 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

સુશાંત વિષે સૈફે કહ્યું, લોકો એની ટ્રેજેડીમાંથી માઇલેજ લે છે

સૈફ અલી ખાન

સૈફ અલી ખાન


અંગ્રેજી ફિલ્મ ફૉલ્ટ ઇન અવર સ્ટાર્સની હિંદી રિ-મેઇક દિલ બેચારામાં સૈફ અલી ખાને સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ જલ્દી જ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થાય તેવી વકી છે. સોશ્યલ મીડિયા પર સુશાંતના મૃત્યને પગલે બહુ જ ખળભળાટ ચાલ્યા કરે છે.

આ તરફ સૈફ અલી ખાને ટાઇમ્સ ઑફ ઇન્ડિયા સાથે વાત કરી છે અને તેણે પોતાને આ સમાચાર સાંભળીને કેટલો મોટો આઘાત લાગ્યો છે તે વ્યક્ત કર્યું છે. તેણે કહ્યું છે, “સુશાંત અંગેના આ સમાચાર બહુ જ માઠા છે. બહુ જ ખોટું થયું. કેટલા બધા લોકો છે જેમણે ફટાફટ જાત ભાતની કોમેન્ટ્સ કરી દીધી અને મને એમ લાગે છે કે આ બિચારા છોકરાની પીડામાંથી લોકો પોતાનું માઇલેજ મેળવવા માગે છે. એની પ્રત્યેના રિસપેક્ટને પગલે પણ લોકોએ કમ સે કમ એક દિવસ મૌન રાખી અને આત્મમંથન કરવું જોઇએ. આ વધુ પડતો પ્રેમ જે ઉભરાઇ રહ્યો છે – એ પણ એવા લોકો તરફથી જેમને એની લગીરેક પરવા નહોતી અને એવા લોકો જેમને કદાચ કોઇની ય નથી પડી.”



 સૈફે ઉમેર્યું કે, “આ બહુ કટથ્રોટ સ્પર્ધા વાળી લાઇન છે પણ એવો ડોળ કરવો કે તમને ફિકર છે એનાથી મોટો દંભ તો કંઇ જ ન હોઇ શકે. આ ગુજરી ગયેલાનું અપમાન છે, તમને ખબર છે કે આ ચાલી ગયેલા આત્માનું અપમાન છે.” સારા અલી ખાને તેની કારકિર્દીની પહેલી ફિલ્મ સુશાંત સિંહ સાથેની ફિલ્મ કેદારનાથથી કરી હતી. તેણે સારાનો ઉલ્લેખ કરતાં કહ્યુ કે, “મને નથી ખબર મારે આ બોલવું જોઇએ કે કેમ પણ સારા બહુ જ અપસેટ હતી. બહુ એટલે બહુ જ. અપસેટ તો હતી જ પણ આઘાતમાં વધારે હતી. તેને સુશાંત બહુ જ ગમતો હતો. એની પર્સનાલીટીની અમુક બાબતોથી તે બહુ પ્રભાવિત હતી. તેણે મને કહ્યું હતું કે સુશાંત બહુ બુદ્ધિશાળી છે અને એ ઝ્યોં પૉલ સાત્રથી માંડીને ફિલસુફી વિષે વાત કરી શકતો અને ડાબા હાથે કઈ રીતે તિરંદાજી કરવી એ પણ એ શીખ્યો હતો. સારાએ મને જણાવ્યું હતું કે એ બહુ ફિટ, મહેનતુ અને સારો અભિનેતા હતો.”


સૈફે પોતે સુશાંત સાથે શૂટિંગ કર્યું હતું તે દિવસ યાદ કરી પોતે તેને વિષે જે વિચારતો હતો તે પણ જણાવ્યું, “હું એને ઓળખતો હતો, મેં તેની સાથે શૂટ કર્યું હતું. જ્યારે સારાએ તેની વાત કરી તે હંમેશા કહેતી એ બહુ રિમાર્કેબલ પર્સનાલિટી છે. મને લાગતું કે જો આ છોકરો સાત્રને સમજે છે તો સારા કહે છે એના કરતાં વધારે બુદ્ધિશાળી હશે, મારા કરતા તો વધારે જ.”

તેણે ઉમેર્યું કે, “મને લાગે છે કે એ બહુ દેખાવડો હતો, રિફાઇન્ડ લુક્સ ધરાવતો. ટેલેન્ટેડ પણ હતો અને જરા ધાર પર હતો, એજી જેને કહી શકાય તેમ. હું એને જ્યારે મળ્યો ત્યારે મને લાગ્યું કે જાણે તે કંઇ શોધી રહ્યો છે કદાચ. મારા અને એના રસના વિષયો સરખા હતા. ખગોળ શાસ્ત્રમાં એને પણ રસ હતો, ફિલોસોફીની વાતો પણ કરતો.” દિલ બેચારા ફિલ્મમાં સૈફ અલી ખાનનું સ્પેશ્યલ અપિયરન્સ છે અને તેણે આ અંગે કહ્યું કે, “આ અપિયરન્સથી સુશાંત બહુ ખુશ હતો, તેણે મારી સાથે બહુ સરસ રીતે વાત કરી અને કહ્યું કે તે મારી સાથે ઘણી વાતો કરવા માગે છે, પણ એ ક્યારેય ન થઇ શક્યું, જેનો મને અફસોસ છે.”


Sushant

કરીના કપૂરે પણ પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર આ વાત મુકી હતી.

 
 
 
View this post on Instagram

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) onJun 14, 2020 at 4:09am PDT

સુશાંતે કાઇપો છેથી જ પોતાનું સ્થાન બૉલીવુડમાં બનાવી લીધું હતું અને તે પોતાના સમાંતર કલાકારોથી અલગ તરી આવતો હતો કારણકે તેણે અલગ પ્રકારની ફિલ્મો જ પસંદ કરી હતી. 

Whatsapp-channel Whatsapp-channel

16 June, 2020 05:07 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK