દ્રશ્યમ ફિલ્મના નિર્દેશક નિશીકાંત કામતની તબિયત ગંભીર,લિવર સોરાઇસીસથી પિડાય છે

Updated: Aug 11, 2020, 23:18 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

દ્રશ્યમ જેવી હિટ હિન્દી ફિલ્મો બનાવનારા ફિલ્મ નિર્દેશક નિશીકાંત કામત લિવર સોરાઇસિસથી પિડાઇ રહ્યા છે ને હાલમાં હૈદરાબાદમાં ખાનગી હૉસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

નિશીકાંત કામત
નિશીકાંત કામત

દ્રશ્યમ (Drishyam) જેવી હિટ હિન્દી ફિલ્મો બનાવનારા ફિલ્મ નિર્દેશક નિશીકાંત કામત (Nishikant Kamat) લિવર સોરાયસિસથી પિડાઇ રહ્યા છે ને હાલમાં હૈદરાબાદમાં ખાનગી હૉસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. તેમણે પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી.  તે છેલ્લા 10 દિવસથી હૈદરાબાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. તેની હાલત ખૂબ જ નાજુક હોવાનું જણાવાયું છે અને હાલમાં તે આઈસીયુમાં દાખલ છે. નિશીકાંત કામતને લાંબા સમયથી લિવર સોરાયસિસની તકલીફ હતી અને એક વાર ઠીક થવા છતાં ફરી તે રિલેપ્સ થતા તેમની હાલત કથળી હતી. પાંચ વર્ષ પહેલા નિશિકાંત કામતે અજય દેવગન અને તબ્બુ જેવી ફિલ્મ્સનું દિગ્દર્શન કર્યું હતું જેમાં 'દ્રશ્યમ', 'મુંબઈ મેરી જાન' અને 'મદારી' જેવી ઇરફાન ખાન સાથે, 'ફોર્સ' અને 'રોકી હેન્ડસમ' જ્હોન અબ્રાહમ સાથે હતી. . મરાઠી ફિલ્મોમાં 'ડોમ્બિવલી ફાસ્ટ' ઉપરાંત, તેમણે રિતેશ દેશમુખ અને રાધિકા આપ્ટે સાથે ‘લય ભારી’ અને 'ફૂગે' જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું. મરાઠી ફિલ્મ 'સાતચ્યા આત ધરી' લખવા ઉપરાંત આ ફિલ્મમાં તેમણે અભિનય કર્યો છે. વિક્રમાદિત્ય મોટવાણી નિર્દેશિત 'ભાવેશ જોશી' અને 'રોકી હેન્ડસમ'માં પણ નિશીકાંત કામતે નકારાત્મક ભૂમિકાઓ ભજવી હતી. તે 2022 માં રિલીઝ થનારી 'દર-બ-દર' નામની હિન્દી ફિલ્મના નિર્દેશનની તૈયારીમાં હતા જ્યારે તેમની તબિયત બગડી

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK