નવાઝુદ્દીનની પત્ની કહે છે કે આ તેના કુટુંબમાં થનારા પાંચમા છૂટાછેડા હશે, તેના ભાઇએ મને માર્યું છે

Published: May 21, 2020, 15:37 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

નવાઝુ્દ્દીનની પત્ની એ માર પણ ખાધો છે, તેની એક્સ ગર્લફ્રેન્ડ્ઝે પણ તેની ટિકા જ કરી છે, તે જુઠા બોલો અને સેક્સ પ્રચુર માણસ છે તેવું તેની સાથે રિલેશનશીપમાં રહેલી દરેક સ્ત્રીનું કહેવું છે.

ડાબે ઉપર નિહારીકા સિંઘ, ડાબે નીચે સુનિતા અને જમણે તેની પત્ની આલિયા સાથે નવાઝુદ્દીન સિદ્દીકી
ડાબે ઉપર નિહારીકા સિંઘ, ડાબે નીચે સુનિતા અને જમણે તેની પત્ની આલિયા સાથે નવાઝુદ્દીન સિદ્દીકી

એક તરફ નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ ઘુમકેતુની ચર્ચા શરૂ થઇ છે તો બીજી તરફ નવાઝને પોતાના જન્મદિવસે જ પત્ની તરફથી વૉટ્સએપ પર ડિવોર્સ નોટિસ મળી છે. નવાઝ અત્યારે બુધનામાં પોતાની મમ્મીનાં ઘરે છે. અને તેની પત્નીએ આલિયા સિદ્દીકીએ તેને ડિવોર્સની નોટિસ મોકલી છે અને તે ઘણું ચર્ચાઇ રહ્યું છે ત્યારે તેની એક્સ ગર્લફ્રેન્ડ નિહારીકા સિંઘે તો એવું કહ્યું છે કે તે નવાઝ સાથે હતી ત્યારે તેને તો ખબર જ નહોતી કે એ પરણેલો છે.

Niharika

પહેલાં એની એક્સ ગર્લફ્રેન્ડની વાત કરીએ તો નવાઝે પોતાની આત્મકથામાં નિહારીકા સિંઘ સાથેનાં સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો. ‘એન ઓર્ડિનરી લાઇફ’ પુસ્તકમાં તેણે નિહારીકાની વાત કરી હતી અને ત્યારે નિહારીકાએ આ વાતને રદિયો આપ્યો હતો અને ખાસ્સી બબાલ થઇ હતી અને નવાઝે પુસ્તક પાછું ખેંચી લીધું હતું. નવાઝ અને નિહારીકા કિક ફિલ્મમાં સાથે હતા.આ સમયે નિહારીકાએ કહ્યું હતું કે તેને તો ખબર જ નહોતી કે નવાઝુદ્દીન પરણેલો છે અને જ્યારે તેઓ ડેટ કરતા હતા ત્યારે તેને ખબર પડી હતી કે તે પરણેલો છે અને તેની પત્ની ગામમાં છે. વળી નવાઝે ચોપડી લખી ત્યારે તેની બીજી એક એક્સ પ્રેમિકાએ નવાઝ પર કેસ ઠોકી દીધો હતો. સુનિતા રાજવરે કહ્યુ હતું કે નવાઝે પુસ્તકમાં જે પણ અફેર વિષે લખ્યું છે તે કોઇ બીજી સુનિતા હશે કારણકે તેઓ વચ્ચે ક્યારેય સંબધ નહોતો.સુનિતાએ બે કરોડનો દાવો કરતો કેસ નવાઝ પર ઠોકી દીધી હતો. આ સુનિતા રાજવરની તસવીર છે જે અભિનેત્રી છે.

Sunita

 નવાઝનાં પહેલા લગ્ન શીબા સાથે થયા હતા, જે થોડોક સમય જ ટક્યા હતા. તમે માનશો નવાઝુદ્દીને પોતે અમેરિકામાં કોઇ દેખાવડી વેઇટ્રેસ સાથે એક રાત પસાર કરી હતી, વન નાઇટ સ્ટેન્ડ કર્યું હતું તે પણ પાછા ખેંચી લીધેલા પુસ્તકમાં લખ્યું હતું.

આ તરફ આજે ફાઇનલી નવાઝની પત્નીનાં વકીલ અભય સહાયે મીડીયાને કહ્યું છે કે છે કે તેની પત્ની આલિયાએ બહુ વેઠ્યું છે અને સિંગલ મધરની માફક તે મુંબઇમાં છોકરાંઓનું ધ્યાન રાખી રહી છે, પિતાએ તો પરિવારનાં સ્તંભ થવું જોઇએ પણ અહીં એવું કંઇ નથી થઇ રહ્યું.

આલિયા સિદ્દીકીનાં તાજેતરનાં વિધાન અનુસાર નવાઝ અને તેના પરિવારે તેને હેરાન કરવામાં કંઇ બાકી નથી રાખ્યું અને તેને ફિઝીકલી અને મેન્ટલી ટોર્ચર કરી છે. નવાઝનાં ભાઇએ આલિયા પર હાથ પણ ઉપાડ્યો છે તેમ તેણે કહ્યું છે. તેણે કહ્યું કે, “અમારા લગ્નમાં ઘણા સમય પહેલાં જ પ્રોબ્લેમ્સ શરૂ થઈ ગયા હતા. જ્યારથી મેં નવાઝ સાથે લગ્ન કર્યા હતા ત્યારથી જ પ્રોબ્લેમ્સ હતા પણ હું એ વિષે કંઇ ન બોલી. મેં ટ્રાય કર્યું કે બધું બરાબર થઈ જાય એની રાહ જોઈ, પરંતુ આખરે મેં આ નિર્ણય કર્યો. મારું આત્મસન્માન સંપૂર્ણપણે ખલાસ થઈ ગયું હતું. જે રીતે ઘરમાં તમારી સાથે ખરાબ વર્તાવ થાય, તેમની મા અને ભાઈને પણ તમે સાચવો, એ પછી તમને ધર્મ બદલવા માટે કહેવામાં આવે, વેલ એ તો ચાલો લગ્ન કરવા માટે જરૂરી હતું. એટલા માટે જ તેમણે મને કહ્યું તો મેં એમ કર્યું હતું. પણ બધું બહુ બદલાઇ ગયું.”

 
 
 
View this post on Instagram

An amazing night spend with an amazing gang.. many more to come ahead.... #EcoleParents #Tajlands #EcoleMommies

A post shared by Aaliya Siddiqui (@aaliyansy) onOct 24, 2019 at 7:06am PDT

તેણે ઉમેર્યું કે, “ મને એમ લાગવા માંડ્યું હતું કે મારું તેની જિંદગીમા કોઇ સ્થાન જ નથી જાણે તમે ફક્ત દસ વર્ષથી તેમનાં બાળકોની સાથે એકલા રહો છો. તમારે બધી કામગીરી એકલા કરવાની હોય છે. એટલા માટે જ મેં આ સબંધ કરવાનો વિચાર કર્યો હતો. જ્યારે હું બધું એકલા હાથે કરું છું તો શા માટે એકલી જ ન રહું. નવાઝે મારા પર ક્યારેય હાથ ઉગામ્યો નથી. જોકે, બૂમબરાડા કરવા અને લડાઈ કરવી એ બધું તો હતું જ અને તે મારાથી સહન નહોતું થતું. હા, પરંતુ તેમના પરિવારે મને ફિઝિકલી અને મેન્ટલી ખૂબ ટોર્ચર કરી હતી. તેમના ભાઈએ મને માર પણ માર્યો છે. તેમની મમ્મી અને ભાઈ મુંબઈમાં અમારી સાથે રહેતા હતા. એટલા માટે મેં વર્ષોથી ખૂબ સહન કર્યું છે.”

આલિયા નવાઝે કહ્યું કે તેમની પહેલી પત્નીએ પણ આ જ કારણોસર તેમને છોડી દીધા હતા. તેના પરિવાર પર આ પ્રકારનાં જ કૂલ સાત કેસિઝ ફટકારાયેલા છે. નવાઝનાં પરિવારનાં સદસ્યોમાં ચાર ડિવોર્સ તો થઇ ગયા છે, આ તો પાંચમા છૂટાછેડા હશે. તેના ઘરમાં આ જ પેટર્ન ચાલે છે. તેણે ઉમેર્યું કે, “તમે ભલે ગમે તેટલા મોટા સ્ટાર બની જાવ, પરંતુ જો તમે સારા વ્યક્તિ ન હોય તેમજ પોતાનાં બાળકો અને પત્નીનું સન્માન ન કરો તો એનો શું ફાયદો? મારાં બાળકોને યાદ પણ નથી કે, તેમના પિતાને છેલ્લે ક્યારે મળ્યા હતા. ત્રણ – ચાર મહીનાથી તેમણે પિતાનું મ્હોં સુદ્ધાં નથી જયું પણ નવાઝને આ વાતની કોઈ પરવાહ નથી. હું મારાં બાળકોની કસ્ટડી ઇચ્છું છું. કેટલાક લોકો ફેમને પચાવી શકતા નથી અને નવાઝ આવો જ એક એક્ટર છે.” તેણે આજે ટ્વિટર પર એમ પણ લખ્યું છે કે પૈસાથી કેરેક્ટર નથી ખરીદી શકાતું અને મારા વિષે એલફેલ બોલાય છે જેમાં કોઇ દમ નથી.

નવાઝુદ્દીનની અંગત જિંદગીમાં કપરા સમયની શરૂઆત તેમને ભારે પડી શકે છે તેમ લાગે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK