Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Hungama 2: શિલ્પા શેટ્ટીની પરેશ રાવલની ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ થયું

Hungama 2: શિલ્પા શેટ્ટીની પરેશ રાવલની ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ થયું

09 March, 2020 03:54 PM IST | Mumbai
Mumbai Desk

Hungama 2: શિલ્પા શેટ્ટીની પરેશ રાવલની ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ થયું

હંગામા-2નું બીજું પોસ્ટર થયું રિલીઝ

હંગામા-2નું બીજું પોસ્ટર થયું રિલીઝ


શિલ્પા શેટ્ટી હિન્દી ફિલ્મનાં પડદે 13 વર્ષ પછી પાછી ફરી રહી છે. પહેલાં તેની ફિલ્મ નિકમ્મા આવશે અને સાથે સાથે હંગામા-2માં તે પરેશ રાવલ, મિજાન જાફરી અને પ્રણિતા સુભાષ સાથે દેખાશે. આજે આ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ થયું છે જે અંગે શિલ્પા શેટ્ટીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં તેણે અભિનેતા મિજાનને બર્થડે વિશ પણ કર્યું છે અને તેના ફોલોઅર્સને કનફ્યુઝન, લાફ્ટર અને અનલિમિટે એન્ટરટેઇનમેન્ટ માટે તૈયાર થવા કહ્યું છે. શિલ્પા શેટ્ટી 13 વર્ષનાં લાંબા અંતરાલ પછી ફરી એકવાર સિલ્વર સ્ક્રિન પર દેખા દેશે. જુઓ શિલ્પાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ.



આ પહેલાં પ્રિયદર્શનની હંગામા ફિલ્મમાં પરેશ રાવલ, અફતાબ શિવદાસાની, અક્ષય ખન્ના જોવા મળ્યા હતા અને આ ફિલ્મ દર્શકોને બહુ પસંદ પડી હતી. હંગામા ફ્રેન્ચાઇઝીની પહેલી ફિલ્મે તો આખી દુનિયામાંથી 20 કરોડનું કલેક્શન કર્યુ હતું પણ હવે જોવાનું એ છે કે આ સિક્વલ લોકોને કેટલી પસંદ પડે છે.
હંગામાનાં પહેલા પોસ્ટર પછી આ બીજું પોસ્ટર વધારે રસપ્રદ બનાવાયું છે જેમાં બાકીનાં લોકો તો કૉફી ટેબલની આસપાસ છે પણ પરેશ રાવલ ટેબલની નીચે છુપાઇને હાથમાં ઇન્જેક્શન લઇને બેઠા છે. આ ફિલ્મ પ્રિયદર્શને ડાયરેક્ટ કરી છે અને સાથે પ્રોડ્યુસર તરીકે રતન જૈન, ગણેશ જૈન, ચેતન જૈન અને અરમાન વેન્ચર્સ જોડાયા છે. આ ફિલ્મ આ વર્ષે થિએટરમાં 14 ઑગસ્ટે આવશે. આ ફિલ્મ સાથે પ્રિયદર્શન પણ સાત વર્ષ પછી ફરી એકવાર હિન્દી ફિલ્મ ડાયરેક્ટ કરી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

09 March, 2020 03:54 PM IST | Mumbai | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK