પાન ઇન્ડિયા સ્ટાર પ્રભાસની ફિલ્મની લોકોને બહુ જ ઇંતેજારી છે અને તેની રિલીઝ ડેટ હવે નજીક આવી રહી છે. આ ફિલ્મના નિર્માતાઓએ 10 જુલાઈ 2020 ના રોજ ફિલ્મના ફર્સ્ટ લુક પોસ્ટરની રિલીઝ કરવાની જાહેરાત કરતું એક પોસ્ટર બહાર પાડ્યું છે.
પોસ્ટરની મધ્યમાં એક ઘડિયાળ છે જેના પર 'ફર્સ્ટ લુક' લખેલું છે અને ઘડિયાળનાં કાંટા 10 વાગ્યા તરફ નિર્દેશ કરે છે, જે સૂચવે છે કે 'પ્રભાસ 20' નો પહેલો લુક સવારે 10 વાગ્યે રજૂ થશે. આ ફિલ્મમાં પૂજા હેગડે, ભાગ્યશ્રી, મુરલી શર્મા, સચિન ખેડેકર, પ્રિયદર્શી, સાશા શેત્રી, કૃણાલ રોય કપૂર અને સથ્યન છે.'પ્રભાસ 20' નું નિર્દેશન રાધા કૃષ્ણ કુમારે કર્યું છે અને કોટાગિરી વેંકટેશ્વર રાવ દ્વારા તેનું એડિટીંગ થયું છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી મનોજ પરમહંસ દ્વારા કરવામાં આવી છે અને ફિલ્મના પ્રોડક્શન ડિઝાઇનર આર રવિન્દ્ર છે. આ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમારે તેમના બેનર ટી-સિરીઝનાં સંયુક્ત ઉપક્રમે યુવી ક્રિએશન્સના વામસી પ્રમોદ સાથે કર્યું છે.
આ સુપરસ્ટાર્સ જે બન્યા Corona Warriors, જેમણે કર્યું લાખો રૂપિયાનું દાન
14th December, 2020 15:59 ISTગ્લોબલ એશિયન સેલિબ્રિટી લિસ્ટમાં સોનુ સૂદ ટૉપ પર, આ સેલેબ્સ રહ્યાં પાછળ
10th December, 2020 16:06 ISTઆદિપુરુષમાં પ્રભાસની સીતા બનશે ક્રિતી સૅનન?
29th November, 2020 18:27 ISTસૈફ અલી ખાન અને પ્રભાસની આદિપુરુષ થશે 2022માં રિલીઝ
20th November, 2020 20:49 IST