દીપિકા ચિખલીયા ઉર્ફ સીતા હવે સરોજીની નાયડુ તરીકે, શેર કર્યું પોસ્ટર

Updated: May 07, 2020, 20:32 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

દીપિકાએ પોતે સ્વાતંત્ર સેનાની સરોજિની નાયડુ પર બનનારી બાયોપિકમાં જોવા મળશે તેમ પણ કહ્યું હતું અને આજે તેમણે સોશ્યલ મીડિયા પર ફિલ્મો ફર્સ્ટ લૂક શેર કર્યો હતો.

દીપિકા ચિખલીઆએ પોતાનાં ટ્વિટર એકાઉનટ પરથી આ તસવીર શેર કરી હતી.
દીપિકા ચિખલીઆએ પોતાનાં ટ્વિટર એકાઉનટ પરથી આ તસવીર શેર કરી હતી.

 

 

લૉકડાઉન થયું તે પહેલાં જ રામાયણનાં ત્રણેય મુખ્ય કલાકારો અરુણ ગોવિલ, સુનિલ લાહરી અને દીપિકા ચિખલીયા કપિલ શર્માનાં શો પર રામાયણ પર બનેલા પુસ્તકનાં વિમોચન બાદ આવ્યા હતાં. એક દોઢ મહિનો માંડ થયો હશે અને કોરોનાએ કહેર વર્તાવ્યો અને આ દરમિયાન સરકારે રામાયણ અને મહાભારત સહિતનાં કેટલાક જુનાં શોઝ દૂરદર્શન પર બતાડવાનાં શરૂ કર્યા.રામાયણ ખાસ કરીને અત્યારે દુનિયાનો સૌથી વધુ જોવાતો શો બની ચૂક્યો છે.દીપિકા ચિખલીયા એટલે કે સીતાનું પાત્ર ભઝવનારા અભિનેત્રીએ થોડા સમય પહેલાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ પોતે નિર્ભયાની માતાનું પાત્ર ભજવાવનું પસંદ કરશે પણ એ સાથે તેમણે પોતે સ્વાતંત્ર સેનાની સરોજિની નાયડુ પર બનનારી બાયોપિકમાં જોવા મળશે તેમ પણ કહ્યું હતું અને આજે તેમણે સોશ્યલ મીડિયા પર ફિલ્મો ફર્સ્ટ લૂક શેર કર્યો હતો.  

પોતાના ટ્વિટર એકાઉનટ પરથી આ તસવીર શેર કરતાં તેમણે લખ્યું હતું કે આ સરોજીની નાયડુનો ફર્સ્ટ લૂક શેર કરતું પોસ્ટર છે. સ્વતંત્રતા કી નાયિકા કી એક અનકહી કહાનીની ટેગલાઇન સાથે આ ફિલ્મનું પોસ્ટર બનાવાયું છે.

 એક આડવાત ખાસ નોંધશો કે દીપિકા ચિખલીયાએ એવી પણ માંગ કરી છે કે સરકારે રામાયણનાં કલાકારોને પદ્મ એવોર્ડથી સન્માનિત કરવા જોઇએ અને આ શોની રોયલ્ટી પણ તેમને મળવી જોઇએ.

 આ પણ વાંચો રામાયણનાં રામ અરુણ ગોવિલને છે આ વાતનું દુઃખ, કઇ સરકાર સાંભળશે?

સરોજિની નાયડુ પરની આ  ફિલ્મ ધીરજ મિશ્રાએ લખી છે અને રોયલ ફિલ્મી મીડિયા તેના પ્રસ્તુતકર્તા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK