ભૂમિ પેડણેકરની નાની બહેન સમીક્ષા પણ કરશે બૉલીવુડમાં એન્ટ્રી? બન્ને લાગે છે જોડિયાં

Updated: May 30, 2020, 13:16 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

બહેનો હાલમાં એક મેગેઝિનનાં કવરશૂટ માટે તૈયારી કરી રહી છે. સ્વાભાવિક છે કે લૉકડાઉનને કારણે આ બધું તેમના ઘરે જ થશે

ભૂમિની બહેન સમીક્ષા આમ તો તેનાથી ઉંમરમાં નાની છે પણ અદ્દલોઅદ્દલ એના જેવી જ દેખાય છે.
ભૂમિની બહેન સમીક્ષા આમ તો તેનાથી ઉંમરમાં નાની છે પણ અદ્દલોઅદ્દલ એના જેવી જ દેખાય છે.

ભૂમિ પેડણેકર અને તેની બહેન સમીક્ષા બંન્ને જોડિયાં હોય એટલા સરખાં લાગે છે. ભૂમિ પેડણેકરે તો દમ લગા કે હઇશા ફિલ્મથી બૉલીવુડમાં વજનદાર ડેબ્યુ કર્યું અને પછી તેણે ટોયલેટ એક પ્રેમકથાથી માંડીને શુભ મંગલ સાવધાન જેવી ફિલ્મોમાં પોતાના અભિનયનાં અજવાળા પાથર્યા. ભૂમિની બહેન સમીક્ષા આમ તો તેનાથી ઉંમરમાં નાની છે પણ અદ્દલોઅદ્દલ એના જેવી જ દેખાય છે. ભૂમિએ ઘણીવાર એને આ તો મારી જોડિયા બહેન છે એવું ય કહ્યું છે. એશિયન એજમાં આવેલા સિનિયર પત્રકાર લિપિકા વર્માનાં રિપોર્ટ અનુસાર બંન્ને બહેનો હાલમાં એક મેગેઝિનનાં કવરશૂટ માટે તૈયારી કરી રહી છે. સ્વાભાવિક છે કે લૉકડાઉનને કારણે આ બધું તેમના ઘરે જ થશે અને મેગેઝિનની ક્રિએટીવ ટીમ બંન્ને બહેનોને સૂચના આપશે અને ઘરમાંથી કોઇ તેમને મદદ કરશે. ઓનલાઇન રેક્કી કરીને ભૂમિના ઘરમાં ક્યાં શૂટ કરશે તો સારું રહેશે તેવું તો મેગેઝિને નક્કી કરી લીધું છે.

સુત્રો અનુસાર ભૂમિ અને સમીક્ષાના આ ફોટો શૂટ પહેલાં આ મેગેઝિને કલ્કિ અને તેની દીકરી સફ્ફો, તાહીરા તથા આયુષ્માન તથા વીક્કી અને સની કૌશલ સાથે શૂટ પ્લાન કરવાની પણ કોશીશ કરી પણ તે સફળ ન થઇ અને અંતે ભૂમિ તથા તેની બહેન આ માટે બોર્ડ પર આવ્યા. એક અટકળ એવી પણ બાંધવામાં આવી રહી છે કે ભૂમિ પેડણેકર જેવી જ દેખાતી તેની બહેન પણ કદાચ બૉલીવુડમાં એન્ટ્રી કરશે, અને આ કવર શૂટ તેનાં શરૂઆતી પગલાં હોય.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK