Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તમે માનશો, આ ડિરેક્ટરે એક મહીનો ભાગ્યશ્રીનો પીછો કર્યો હતો

તમે માનશો, આ ડિરેક્ટરે એક મહીનો ભાગ્યશ્રીનો પીછો કર્યો હતો

21 April, 2020 01:50 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

તમે માનશો, આ ડિરેક્ટરે એક મહીનો ભાગ્યશ્રીનો પીછો કર્યો હતો

તસવીર ટ્વીટર

તસવીર ટ્વીટર


સલમાન ખાન તો તેની પહેલી ફિલ્મથી જ સુપર સ્ટાર બની ગયો હતો.તેની સાથે સાથે પ્રેમની સુમન ભાગ્યશ્રી પણ પૉપ્યુલર થઇ ગઇ હતી.બધાંને પોતાની પ્રેયસી સુમન જેવી જ જોઇતી હતી જો કે ભાગ્યશ્રીએ બૉલીવુડમાં કરિયર બનવવા પર બહુ જલદી જ પુર્ણવિરામ મુકી દીધું છતાંય તે તેની પહેલી ફિલ્મ માટે બહુ જ લોકપ્રિય છે.મૈને પ્યાર કિયા 31 વર્ષ પહેલાં રિલીઝ થઇ હતી અને અને ત્યારે આ ફિલ્મને બીજી ભાષાઓમાં ડબ કરીને પણ રિલીઝ કરાઇ હતી.

ભાગ્યશ્રીનો દીકરો અભિમન્યુ હવે અભિનેતા તરીકે સ્થાપિત થયો છે ત્યારે તેણે એક મજાની વાત કરી હતી અને કહ્યું હતું કે નિર્દેશક સૂરજ બડજાત્યાએ ભાગ્યશ્રીને સુમનનો રોલ આપતાં પહેલાં એક મહીના સુધી તેનો પીછો કર્યો હતો.અભિમન્યુએ કહ્યું છે કે, “મારી મમ્મીએ રોલ કરવા માટે હા પાડી દે એટલા માટે સુરજ બડજાત્યાએ તેમનો પીછો કર્યો હતો.હું ઇચ્છું છું કે મારું નસીબપણ એટલું સારુ હોય કે મને રોલ આપવા માટે નિર્દેશકો મારો પીછો પણ આ જ રીતે કરે.”



મૈંને પ્યાર કિયા એટલી હીટ ફિલ્મ હતી કે તેની સાથે જોડાયેલી અને ફિલ્મમાં વપરાયેલી પ્રોપર્ટીઝ વેચવામાં આવી હતી. ટોમક્રુઝની ફિલ્મ ટોપગન પરથી પ્રેરણા લઇને સુરજ બડજાત્યાએ સલમાન ખાનને પેલું કાળું જેકેટ પહેરાવ્યું હતું તો તેનું કબૂતર પણ બહુ ફેમસ હતું વળી પેલી ફ્રેન્ડ્ઝ વાળી કેપ તો ભલભલા પહેરીને મહાલતા હતા.તમે માનશો નહીં પણ સલમાન ખાન ડિરેક્ટરની પહેલી પસંદ નહોતો.આ રોલ વિંદૂ દારા સિંહ અને દીપક તિજોરીને પણ ઑફર થયો હતો.પારંપરિક માનસિકતા ધરાવતા પરિવારની ભાગ્યશ્રીએ ચુંબનદ્રશ્ય કરવાની સાફ ના પાડી હતી.આજે પણ એક પેઢી મૈંને પ્યાર કિયા સાથેનાં પોતાના સંસ્મરણો જીવે છે અને માણે છે.


Whatsapp-channel Whatsapp-channel

21 April, 2020 01:50 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK