મૈંને પ્યાર કિયાના ફોટોશૂટમાં ભાગ્યશ્રીને થઇ હતી સલમાન ખાન સાથે તકલીફ

Published: May 27, 2020, 14:10 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

બોલ્ડ તસવીરો લેવાની વાત પર થઇ હતી આ ઘટના, જો કે સલમાનનાં વર્તનથી ભાગ્યશ્રીને સારું લાગ્યું

મૈંને પ્યાર કિયા સુરજ બડજાત્યાએ ડાયરેક્ટ કરી હતી
મૈંને પ્યાર કિયા સુરજ બડજાત્યાએ ડાયરેક્ટ કરી હતી

1989માં સલમાન ખાન અને ભાગ્યશ્રી બંન્નેના કરિયરનો બહુ મોટો માઇલસ્ટોન આવ્યો અને તે હતી સૂરજ બડજાત્યાની ફિલ્મ મૈંને પ્યાર કિયા. આ ફિલ્મની સફળતાને પગલે ભાગ્યશ્રી અને સલમાન ખાન બહુ જ પૉપ્યુલર થયા અને આ જોડી ભારે હિટ હતી. આ બંન્ને એક્ટર્સ વચ્ચેની કેમિસ્ટ્રી લોકોને બહુ જ પસંદ આવી હતી અને ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઇ.આજે પણ ફેન્સ આ ફિલ્મનાં રોમાન્સને યાદ કરે છે. આ ફિલ્મ અંગે વાત કરતાં ભાગ્યશ્રીએ તેના કો-સ્ટાર્સ સાથેનો મેળ કેવો હતો તે જણાવ્યું હતું.

ડેક્કન ક્રોનિકલમાં આવેલા એક રિપોર્ટ અનુસાર ભાગ્યશ્રીએ સેટ પર થયેલી એક ઘટના યાદ કરી. તેણે કહ્યું કે, “એક બહુ જાણીતા ફોટોગ્રાફર હતા જે હવે તો જીવીત નથી પણ તેમને મારા અને સલમાનની હોટ તસવીરો લેવી હતી, જરા બોલ્ડ અને તેમણે સલમાનને બાજુમાં લઇ જઇને કહ્યું કે હું જેવો કેમેરો ગોઠવું તમે ભાગ્યશ્રીને હોઠ પર ચુંબન કરી લેજો.” ભાગ્યશ્રીએ ઉમેર્યું કે, “ત્યારે અમે બધા ન્યુ કમર્સ હતા અને માટે જ આ ફોટોગ્રાફરને એમ હતું કે તે પોતે જે ધારે તે કરાવી શકે પણ ત્યારે તો સ્મુચિંગ કે લિપ લૉકિંગના સીન એટલા સામાન્ય નહોતા ગણાતા. તે ફોટોગ્રાફર કે સલમાનને ખ્યાલ નહોતો કે હું તેમની નજીક જ હતી અને મેં આખી વાત સાંભળી લીધી હતી. હું તો સાંભળીને ચમકી ગઇ હતી પણ સલમાને જે જવાબ આપ્યો તે કાબિલ-એ-તારીફ હતો. તેણે કહ્યું કે તે આવું કશું પણ નહીં કરે અને તમારે એવો કોઇ પોઝ જોઇ તો હોય તો તમારે ભાગ્યશ્રીને પુછવું પડશે. હું સલમાનના આ રિસપોન્સને ખરેખ સલામ કરું છું.”

ભાગ્યશ્રી કહે છે કે આવી કલ્ટ ફિલ્મોને જેમ છે તેમ રહેવા દેવી જોઇએ અને તેની રિમેક કે સિક્વલ ન થવી જોઇએ. જો કે સુરજજી અને સલમાન સાથે ફરી કામ કરવાની ચોક્કસ મજા આવશે.મૈંને પ્યાર કિયા સુરજ બડજાત્યાએ ડાયરેક્ટ કરી હતી અને ભાગ્યશ્રીએ ત્યાર બાદ એક ફિલ્મમાં તેના પતિ સાથે કામ કર્યું અને ફિલ્મોથી દૂર થઇ ગઇ પણ તે અને સલમાન હંમેશા એકબીજાના સંપર્કમાં રહ્યા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK