Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Gulabo Sitabo trailer: આયુષ્માન ખુરાના - અમિતાભ બચ્ચન વચ્ચે થાય છે બબાલ

Gulabo Sitabo trailer: આયુષ્માન ખુરાના - અમિતાભ બચ્ચન વચ્ચે થાય છે બબાલ

22 May, 2020 07:42 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Gulabo Sitabo trailer: આયુષ્માન ખુરાના - અમિતાભ બચ્ચન વચ્ચે થાય છે બબાલ

ગુલાબો સિતાબો ઓનલાઇન પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ પર 12મી જૂને રિલીઝ થશે.

ગુલાબો સિતાબો ઓનલાઇન પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ પર 12મી જૂને રિલીઝ થશે.


અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાના સ્ટારર ફિલ્મ ગુલાબો સિતાબોનું ટ્રેલર આજે જ રિલીઝ કરાયું છે. કોરોનાવાઇરસને કારણે અંતે આ ફિલ્મ OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થવાની છે. લખનૌમાં સેટ થયેલી આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન એક હવેલીનાં માલિકનો રોલ કરે છે અને આયુષ્માન ખુરાના તેના ભાડુઆતનો રોલ કરે છે. બે પેઢી વચ્ચે થતી કચકચ આ ફિલ્મનું કેન્દ્રિય કથાનક છે એમ કહી શકાય.બંન્નેનો સંબંધ સખત મ્હેણાં ટોણાંથી જ ભરચક છે અને તેઓ એકબીજાનું મ્હોં જોવા પણ તૈયાર નથી.અમિતાભ બચ્ચનું પાત્ર કોઇપણ ભોગે આ ભાડુતથી છુટકારો મેળવવા માગે છે અને ખુરાના તો કોઇ કાળે ઘર છોડીને જવા નથી માગતો. આ કૉમેડીમાં બીજા કલાકારો જે રંગ ભરે છે તે છે વિજય રાઝ, બ્રિજેન્દ્ર કાલા. જુઓ ટ્રેલર.



 ગુલાબો સિતાબોનાં ડાયરેક્ટર શૂજિત સિરકારે પીટીઆઇને કહ્યું હતું કે આયુષ્માન તો કુટુંબનો હિસ્સો છે અને બચ્ચન સાબ મારા મિત્ર છે. જુહી ચતુર્વેદી ફરી આ ફિલ્મ લખી રહી છે જેણે મારે માટે ઑક્ટોબર ફિલ્મ લખી હતી, અને આ ફિલ્મ રોની લાહરીએ જ પહેલાંની માફક પ્રોડ્યુસ કરી છે.શાંતનુ મોઇત્રા આ ફિલ્મમાં સંગીત નિર્દેશક તરીકે ફરી જોવા મળશે અને સેટ્સ પર અમે બહુ મજા કરી છે. ચર્ચાઓ, દલીલો અને સર્જન એ જ રીતે બધું આગળ વધ્યું છે. ગુલાબો સિતાબો ઓનલાઇન પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ પર 12મી જૂને રિલીઝ થશે


Whatsapp-channel Whatsapp-channel

22 May, 2020 07:42 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK