અનુરાગે કહ્યું આ કંગના હવે નથી સહન થતી, કંગનાએ કહ્યું 'મિની મહેશ ભટ્ટ'

Updated: Jul 21, 2020, 19:03 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

અનુરાગ કશ્યપની આ ટિપ્પણીથી કંગનાને માઠું લાગ્યું અને ટીમ કંગના રણૌતે તરત ટ્વિટર પર અનુરાગ કશ્યપની સરખામણી મિની મહેશ ભટ્ટ સાથે કરી હતી.

કંગના રાણૌતના (Kangana Ranaut) બહુચર્ચિત ઇન્ટરવ્યુને પગલે ભલભલાંએ ટિપ્પણી કરી છે. આ બધા હોબાળા વચ્ચે સોશ્યલ મીડિયા પર પોતાનો પ્રતિભાવ બેફામ આપી રહેલી કંગનાને અનુરાગ કશ્યપે (Anurag Kashyap) પણ પોતાની આગવી રીતે ટકોર કરી છે. અનુરાગ કશ્યપની આ ટિપ્પણીથી કંગનાને માઠું લાગ્યું અને ટીમ કંગના રણૌતે (Team Kangana Ranaut) તરત ટ્વિટર પર અનુરાગ કશ્યપની સરખામણી મિની મહેશ ભટ્ટ સાથે કરી હતી. જાણો આખી વાત શું હતી. સૌથી પહેલા અનુરાગ કશ્યપે એકથી વધુ ટ્વીટ કર્યા અને લખ્યું કે મેં ગઇ કાલે કંગનાનો ઇન્ટરવ્યુ જોયો. એક સમયે તે મારી બહુ સારી દોસ્ત હતી અને મારી દરેક ફિલ્મ માટે મને પ્રોત્સાહન પણ આપતી હતી પણ આ કંગનાને તો જાણે હું ઓળખતો જ નથી. અને હમણાં મેં એનો આ ડરામણો ઇન્ટરવ્યુ જોયો જે મણિકર્ણિકાની રિલિઝ પછી તરત જ આવ્યો હતો.

અનુરાગે બીજા ટ્વીટમાં લખ્યું છે કે સફળતા અને તાકાતનો નશો બધાને બહેકાવે છે તે ઇન્સાઇડર હોય કે આઉટસાઇડર. મેં કંગનાને મોઢે 2015 પહેલાં એવું ક્યારેય નથી સાંભળ્યું કે મારી પાસેથી શીખો કે મારા જેવા બનો, આજે આ વાત અહીં આવી પહોંચી છે કે જે મારી સાથે નથી તે બધાં સ્વાર્થી અને ચાંપલૂસી કરનારા છે. જો કે અનુરાગ કશ્યપે એ લોકોને પણ આડે હાથે લીધા જે કંગનાને સપોર્ટ કરે છે. તેણે કહ્યું કે એ લોકો જે કંગનાને અરિસો દેખાડવાને બદલે એને માથે ચડાવી રહ્યા છે. અનુરાગે કહ્યું કે , “તમે લોકો આવું કરી એને જ ખતમ કરી રહ્યા છો. મારે બીજું કંઇ કહેવું નથી. શું બકવાસ કરે છે? મ્હોં માથા વગરની વાતો કરે છે. આ બધાનો અંત અહીં જ આવવાનો છે. હું તેનામાં માનું છું અને આ કંગના હવે મારાથી સહન નથી થતી.”

આ પણ વાંચોઃ ટીમ કંગનાએ તાપસી પર ફરી કર્યો પ્રહાર, કહ્યું એક પણ સોલો હીટ નથી આપી

અનુરાગે આક્ષેપ મુક્યો છે કે લોકો કંગનાનો ઉપયોગ કરી રહ્યા છે. તેણે ટ્વિટમાં લખ્યું કે, “હું કહીશ કે ટીમ કંગના હવે બહુ થયું. અને આ તારા ઘરનાં લોકોને પણ નથી દેખાતું કે તારા દોસ્તોને પણ નથી દેખાતું તો એક વસ્તુ સમજી લે કે તારો ઉપયોગ થઇ રહ્યો છે અને કોઇ તારું પોતાનું નથી. બાકી તારી મરજી, તારે મને જે ગાળ આપવી હોય એ આપી દે.”

 અનુરાગના ટ્વીટ્સનો જવાબ ટીમ કંગનાએ ટ્વિટથી જ આપ્યો અને કહ્યું કે આ મિની મહેશ ભટ્ટ કંગનાને કહી રહ્યા છે કે એ એવા ખોટા લોકોથી ઘેરાયેલી છે જે તેનો ઉપયોગ કરી રહ્યા છે. રાષ્ટ્રવિરોધીઓ અને અર્બન નક્સલ્સ જે રીતે આતંકવાદીઓનો બચાવ કરે છે એ જ રીતે આ હવે મૂવી માફિયાને બચાવવા પડ્યા છે.

આટલું થયું ત્યાં તો કમાલ ખાન, રણવીર શૌરી પણ આ દલીલમાં કુદ્યા. કમાલે લખ્યું કે અનુરાગ તમે કહેશો કે બૉલીવુડમાં તમે કોને તમારા પોતાના ગણો છો? સલમાન ગ્રુપ, યશરાજ ગ્રુપ કે પછી કરણ જૌહર ગ્રુપ?

એક યુઝરે અનુરાગને કહ્યું કે તમે કંગનાને ઓળખો છો તો તેને પર્સનલ મેસેજ કેમ ન કર્યો. તો અનુરાગે કહ્યું કે એ પણ કર્યો હતો પહેલાં તો તેણે એ ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો અને પછી એ આ જ મંચ પરથી મારી સાતે વાત કરે છે..આ વર્ષ પહેલાંની વાત છે.કંગના, તાપસી અને સ્વરા ભાસ્કર વચ્ચે પણ ખાસ્સી એવી શાબ્દિક ટપાટપી થઇ ચૂકી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK