Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આશિકીની એકટ્રેસ અનુ અગ્રવાલને ઘરે ડિરેક્ટર વ્હિસ્કી બૉટલ લઇને પહોંચ્યો

આશિકીની એકટ્રેસ અનુ અગ્રવાલને ઘરે ડિરેક્ટર વ્હિસ્કી બૉટલ લઇને પહોંચ્યો

06 July, 2020 08:18 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

આશિકીની એકટ્રેસ અનુ અગ્રવાલને ઘરે ડિરેક્ટર વ્હિસ્કી બૉટલ લઇને પહોંચ્યો

અનુ અગ્રવાલ

અનુ અગ્રવાલ


અનુ અગ્રવાલને લોકો તેની પહેલી ફિલ્મ આશિકીને કારણે આજે પણ ઓળખે છે. મહેશ ભટ્ટ દિગ્દર્શિત આશિકીમાં રાહુલ રોય સાથે દેખા દેનારી અનુ અગ્રવાલ નેવુંના દાયકામાં બહુ જ હીટ હતી પણ આઉટ સાઇડર હોવાને કારણે તેણે પણ ઘણી હાલાકી વેઠવી પડી હતી. તેણે આ અંગે પિંક વિલામાં આવેલા એક ઇન્ટરવ્યુમાં હમણાં જ મન ખોલીને વાત કરી છે. અનુ અગ્રવાલને જ્યારે સવાલ કરાયો કે શું તેણે ક્યારેય કાસ્ટિંગ કાઉચનો સામનો કર્યો છે ખરો ત્યારે તેણે કહ્યું કે, આમ તો કંઇ ખાસ નહીં પણ એક વાર એક ડાયરેક્ટર મારે ઘરે વ્હિસ્કીની બૉટલ લઇને પહોંચી ગયો હતો, તે ટોચનો ડાયરેક્ટર હતો. તે ભર બપોરે શરાબની બૉટલ લઇને મારે ત્યાં આવ્યો હતો. તેણે ઉમેર્યું કે, કેવી રીતે કોઇ આવું કરી શકે અને એ પણ સ્ટોરી કહેવાને બહાને. મેં કોઇ બહાનું કરી તેને નમ્રતાથી ટાળ્યો. હું એ જ કહેવા માગું છું કે સ્ત્રીઓ પાસે હંમેશા ચોઇસ હોય છે કે શું કરવું, પરિસ્થિતિ કેવી રીતે સંભાળવી.

તેણે મી ટૂના સંદર્ભે કહ્યું કે, મેં ઘણીવાર સાંભળ્યું છે છોકરીઓના મ્હોંએ કે તેઓ કહે કે ફલાણાએ તેમની પર ટ્રાય માર્યો અને ઢીંકણાએ ટ્રાય માર્યો અને બૉલીવુડમાં બધું આવું જ છે પણ મને લાગે છે કે પુરુષો તો સ્ત્રીઓ પર ટ્રાય કરવાના જ છે. હું તો તેર વર્ષની હતી ત્યારથી જ મારી પર છોકરાઓ હિટ ઓન કરતા, મને તો ખબર જ નહોતી કે આ બધું કેવી રીતે હેન્ડલ કરવું.



તેણે ઉમેર્યું કે, અંતે તો છોકરી જ બૉસ હોય છે, જો કોઇ બળાત્કારી હોય તો વસ્તુ અલગ છે, સંજોગો અલગ છે બાકી તો છોકરી ધારે તો ને તો જ કોઇ પુરુષ તેની સાથે કંઇપણ કરી શકે.


 


Whatsapp-channel Whatsapp-channel

06 July, 2020 08:18 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK