Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રોડ્યુસર આનંદ પંડિત કહે છે અમે ‘The Big Bull’ અભિષેકનું જોરશોરથી સ્વા

પ્રોડ્યુસર આનંદ પંડિત કહે છે અમે ‘The Big Bull’ અભિષેકનું જોરશોરથી સ્વા

06 August, 2020 05:28 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પ્રોડ્યુસર આનંદ પંડિત કહે છે અમે ‘The Big Bull’ અભિષેકનું જોરશોરથી સ્વા

આનંદ પંડિત

આનંદ પંડિત


 

હાલમાં અભિષેક બચ્ચન કોરોનાવાઇરસના સંક્રમણમાંથી મુક્ત થવાની સારવાર લઇ રહ્યા છે ત્યારે તેમની આવનારી ફિલ્મ – ધી બીગ બુલના પ્રોડ્યુસર આનંદ પંડિત તેમના સાજા થવાના આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. કોરોનાવાઇરસે કોઇને ય છોડ્યા નથી અને બચ્ચન પરિવારમાં તો ચાર જણાને કોરોનાનો ચેપ લાગ્યો હતો જો કે હવે અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા અને આરાધ્યાની તબિયત તો પરફેક્ટ છે પણ અભિષેક બચ્ચન હજી પણ સારવાર હેઠળ છે. તેઓ હૉસ્પટિલ બૅડમાં હોવા છતાં ય પોતાના વેલ વિશર્સની લાગણીમાં સ્ટ્રેન્થ મેળવે છે.



આનંદ પંડિતે જેમણે બહુ પ્રોમિનન્ટ પ્રોજેક્ટ્સના પ્રોડ્યુસર તરીકે સુકાન સંભાળી છે તેઓ પોતે ખુબ હકારાત્મક અભિગમ ધરાવે છે. તેઓ કહે છે, “આઇસોલેશનમાં રહેવું સરળ નથી અને જો કે સારી બાબત છે કે તેમનો પરિવાર સંક્રમણ મુક્ત છે. હું તેમની સાથે જ્યારે પણ ફોન પર વાત કરું છું ત્યારે તેમના અવાજમાં સ્વસ્થતા અને હકારાત્મકતા જ ઝળકે છે. આ સંજોગોમાં તેઓ આટલા આશાસ્પદ છે તે ખરેખર સારી બાબત છે. તે એક ફાઇટર છે અને જલ્દી જ ઘરે પાછા ફરી સેટ પર પણ આવશે તેવી મને ખાતરી છે. આખી ઇન્ડસ્ટ્રી અને તેમના ફેન્સ તે જલ્દી સાજા થાય તેની પ્રાર્થના કરી રહ્યા છે અને અમે તેઓ સેટ પર પાછા ફરશે ત્યારે જોરશોરથી તેમનુ સ્વાગત કરીશું.”


અભિષેક બચ્ચનની ફિલ્મ ધી બિગ બુલ જે ડિઝની હૉટસ્ટાર પરઆ વર્ષે આવવાની છે તે ભારતમાં 1992માં બનેલા સિક્યોરિટી સ્કેમ પર આધારિત છે. તેનું દિગ્દર્શન કુકી ગુલાટીએ કર્યું  છે તથા પ્રોડક્શન આનંદ પંડિત તથા અજય દેવગણે સંયુક્ત રીતે કર્યું છે.  આનંદ પંડિતે પોતાના બેનર આનંદ પંડિત મોશન પિક્ચર્સ હેઠળ ઘણાં પ્રોમિસિંગ પ્રોજેક્ટ્સને ટેકો આપ્યો છે તથા આઇકોનિક ફિલ્મો પ્રોડ્યુસ કરી છે જેમાં આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથેની ચહેરે પણ સમાવિષ્ટ છે. તેઓ રિયલ એસ્ટેટ મેગ્નેટ છે જેમના લોટસ ડેવલપર્સ અંતર્ગત વિકસેલી સ્કીમમાં બૉલીવુડનાં હુઝ હુએ ઘર ખરીદ્યાં છે.


Whatsapp-channel Whatsapp-channel

06 August, 2020 05:28 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK