Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Video: અમિતાભ બચ્ચન અને રણબીર કપૂરે લૉકડાઉનમાં આ રીતે કર્યું શુટિંગ

Video: અમિતાભ બચ્ચન અને રણબીર કપૂરે લૉકડાઉનમાં આ રીતે કર્યું શુટિંગ

07 April, 2020 10:49 AM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Video: અમિતાભ બચ્ચન અને રણબીર કપૂરે લૉકડાઉનમાં આ રીતે કર્યું શુટિંગ

'ફેમિલી' ફિલ્મ વર્ચુઅલી શૂટ કરાઇ.

'ફેમિલી' ફિલ્મ વર્ચુઅલી શૂટ કરાઇ.


અમિતાભ બચ્ચન, રનજનીકાંત, રણબીર કપૂર, પ્રિયંકા ચોપરા જોનસ, આલિયા ભટ્ટ, ચિરંજીવી, મોહનલાલ, મામુટી, સલોની કુલકર્ણી, શિવરાજ કુમાર, પ્રોસનજીત ચેટર્જી અને દલજીત દસોંજે એક અનેરી શોર્ટ ફિલ્મ બનાવી છે.ફેમિલી નામની આ શોર્ટ ફિલ્મ વર્ચ્યુઅલી પ્રસુન પાંડેએ શુટ કરી છે અને તેના દ્વારા તેઓ દાડિયા મજૂરોને મદદ કરવા માગે છે.આ ફિલ્મ દ્વારા ભારતીય ફિલ્મ ઉદ્યોગે પ્રતિજ્ઞા લીધી છે કે એક મહિના સુધી લગભગ એક લાખ જેટલા દાડિયા કામદારોને મદદ કરવી.આ ફિલ્મમાં બધા ઘરે રહી રહ્યા છે, હાઇજીન જાળવે છે અને ઘરેથી કામ કરીને પ્રોડક્ટિવ રહી રહ્યા છે અને આ પરિસ્થિતિ હકારાત્મક રીતે સ્વીકારવી જોઇએ.




સોની પિક્ચર્સ નેટવર્ક દ્વારા આ ફિલ્મનું પ્રિમિયર 6 એપ્રિલનાં રોજ સાંજે 6.00થી 9.00 દરમિયાન બધી જ ચેનલ્સ પર કરવામાં આવ્યું.આ ફિલ્મ દ્વારા અમિતાભે રોજે રોજ કમાઇને ખાનારા કામદારોને ટેકો આપવા માટેની પહેલની વાત પણ રજૂ કરી છે.હાઇપરમાર્કેટ્સ અને ગ્રોસરી સ્ટોર્સની અગ્રણી ચેઇન સાથે ટાય-અપ કરીને ઓલ ઇન્ડિયા ફિલ્મ એમ્પલોઇઝ કોન્ફેડરેશનનું વેરાઇફાઇડ લિસ્ટ તૈયાર થાય તે માટે ડિજીટલી બારકોડ કુપન્સ જનરેટ કરાશે.સોની પિક્ચર્સ નેટવર્ક ઇન્ડિયાનાં સીઇઓ અને મેનેજિંગ ડાયરેક્ટર એન પી સિંઘે કહ્યું કે, “આ સમયે આપણે એકઠા થઇને આ સંકટનો સામનો કરવાનો છે.આ CSR એક્ટિવીટી તો છે પણ આ સાથે સોની પિક્ચર્સ નેટવર્ક ઇન્ડિયાએ અમિતાભ બચ્ચન અને કલ્યાણ જ્વેલર્સ સાથે મળીને રોજિંદા કામદારોનાં ઘરોને ટેકો મળે એ માટે પહેલ શરૂ કરાઇ છે.”

કલ્યાણ જ્વેલર્સનાં એમડી ટીએસ કલ્યાણરમણે કહ્યું કે, “આપણે વૈશ્વિક રોગચાળાનો સામનો કરી રહ્યા છીએ અને આ સમયે અમે અમિતાભ બચ્ચન અને સોની પિક્ચર્સ નેટવર્ક ઇન્ડિયા સાથે મળીને ફિલ્મ ઉદ્યોગમાં કામ કરતા કામદારોને મદદ પહોંચાડવા માગીએ છીએ અને તેમને મહીનાનો પુરવઠો મળી શકે તેની સવલત ખડી કરીશું.”


Whatsapp-channel Whatsapp-channel

07 April, 2020 10:49 AM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK