ઋષિ કપૂરનાં અસ્થિ વિસર્જન વિધિમાં આલિયા, રણબીર, રિદ્ધીમા તથા નીતુ કપૂર

Updated: May 04, 2020, 14:15 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

નીતુ કપૂરે સોશ્યલ મીડિયાનો સહારો લઇને HN રિલાયન્સ હૉસ્પિટલનો વિશેષ આભાર માન્યો હતો.

 રણબીર કપૂર, નીતુ કપૂર સાથે આલિયા ભટ્ટ અને અયાન મુખર્જી પણ હતા.
રણબીર કપૂર, નીતુ કપૂર સાથે આલિયા ભટ્ટ અને અયાન મુખર્જી પણ હતા.

30 એપ્રિલનાં રોજ ઋષિ કપૂરનાં નિધનનાં સમાચારે બૉલીવુડને ઘેરા શોકની લાગણીમાં ડુબાડી દીધું. સતત તેમની યાદમાં ઘણું બધુ સોશ્યલ મીડિયા પર શેર થતું રહ્યું અને પરિવારની હ્રદય દ્વાવક તસવીરો પણ લોકોએ સુધી પહોંચી. રવિવારે સવારે પોણા નવે HN રિલાયન્સ હૉસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. બે વર્ષ સુધી લ્યુકેમિયા સાથે લડનારા અભિનેતાએ વિદાય લીધી ત્યાર પછી દીકરી રિદ્ધીમા દિલ્હીથી પોતાની દીકરી સમારા સહાની સાથે વિશેષ પરવાનગી મેળવી બીજા દિવસે મુંબઇ પહોંચી. પ્રાર્થના સભા બાદ ઋષિ કપૂરનાં અસ્થિ વિસર્જનની વિધિ મુંબઇનાં બાણગંગા ઘાટ પર કરાવમાં આવી જેમાં રણબીર કપૂર, નીતુ કપૂર સાથે આલિયા ભટ્ટ અને અયાન મુખર્જી પણ હતા. વીડિયોમાં આ વીધીની ઝલક જોઇ શકાય છે.

 
 
 
View this post on Instagram

#ranbirkapoor #neetukapoor #riddhimakapoorsahni at puja for #rishikapoor Ji

A post shared by Bollyhollix (@bollyhollix) onMay 4, 2020 at 12:23am PDT

નીતુ કપૂરે સોશ્યલ મીડિયાનો સહારો લઇને HN રિલાયન્સ હૉસ્પિટલનો વિશેષ આભાર માન્યો હતો કારણકે ન્યુ યોર્કથી પાછા ફર્યા બાદ જ્યારે પણ ઋષિ કપૂરની તબિયત મુંબઇમાં બગડી હતી ત્યારે તેમણે રિલાયન્સ હૉસ્પિટલમાં સારવાર લીધી હતી. પોસ્ટમાં તેમણે ડૉક્ટરનો વિશેષ આભાર માનતા કહ્યું હતું કે તેમણે ઋષિ તથા આખા પરિવારને તેઓ સ્વજન હોય તે રીતે જ બધી સૂચનાઓ આપી, હિંમત બંધાવી તથા સારવારમાં સતત ખડે પગે રહ્યા. તેમણે અન્ય સ્ટાફનો પણ આભાર માન્યો.

 ઋષિ કપૂરનું નિધન એક ક્યારેય પુરી ન થઇ શકનારી ખોટ મૂકીને ગયું છે વળી ઇરફાન ખાનનું નિધન પણ આગલા જ દિવસે થયું હતું એટલે ચાહકો અને બૉલીવુડ બંન્ને માટે આ આઘાત બહુ જ ઊંડો સાબિત થયો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK