આલિયા-રણબીરનું બ્રેકઅપ નથી થયું, જુઓ આ છે સાબિતી

Updated: Mar 21, 2020, 17:04 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

બ્રહ્માસ્ત્રની રિલીઝ ડેઇટ પાછળ ઠેલાઇ છે ખરી પણ આ જોડીને આપણે મોડાં તો મોડાં સ્ક્રિન પર ચોક્કસ સાથે જોઇશું

આલિયા ભટ્ટની ઇન્સ્ટાગ્રામ પોસ્ટની તસવીર
આલિયા ભટ્ટની ઇન્સ્ટાગ્રામ પોસ્ટની તસવીર

આલિયા ભટ્ટે તાજેતરમાં તેનાં અંગત મિત્રો સાથે જન્મદિવસ ઉજવ્યો ત્યારે તેમાં રણબીર કપૂર ન દેખાતાં તેમનું બ્રેકઅપ થવાની અફવાઓએ જોર પકડ્યું હતું. શા માટે નહોતો રણબીર આલિયાનાં જન્મ દિવસમાંની વાતો વહેતી થઇ હતી. શું તેમનું બ્રેક અપ થયું હશે તેવી ચર્ચાઓ સતત ચાલી પણ આલિયા ભટ્ટની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ આ તમામ વાતોનો રદિયો આપતી સાબિત થઇ છે. તેણે પોતે ઘરમાંથી સુર્યાસ્ત જોઇ રહી હોય તેવો ફોટોગ્રાફ શેર કરીને સ્ટે હોમ, સ્ટે સેફનો મેસેજ આપ્યો છે અને સાથે લખ્યું છે કે ફોટોક્રેડિટ મારા ફેવરીટ ફોટોગ્રાફરને જાય છે અને સાથે હાર્ટની સ્માઇલી સાથે આરકે એમ લખ્યું છે. આલિયાની આ પોસ્ટ પર નીતુ કપૂરને પણ કોમેન્ટ કરી છે અને આ વાત સાબિત કરે છે કે બંન્ને પ્રેમીઓ વચ્ચે 'સબ સલામત' છે. 

 
 
 
View this post on Instagram

stay home &... watch the sunset 🌄 #stayhomestaysafe P.S - 📸 credit to my all time fav photographer RK 💗

A post shared by Alia ☀️ (@aliaabhatt) onMar 20, 2020 at 7:33am PDT

 આલિયા અને રણબીરની ચિંતા કરવાની જરૂર નથી, એ લોકો હજી ય એકબીજાની સાથે છે. બ્રહ્માસ્ત્રની રિલીઝ ડેઇટ પાછળ ઠેલાઇ છે ખરી પણ આ જોડીને આપણે મોડાં તો મોડાં સ્ક્રિન પર ચોક્કસ સાથે જોઇશું. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK