શું બૉલીવુડની આ હૉટ જોડી બાળક દત્તક લેવાનું વિચારી રહી છે? વાંચો

Updated: 16th August, 2020 18:04 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

એક્ટ્રેસ બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરે પણ સંકેત આપી દીધો છે કે જો તેમને પોતાના બાળકો નહીં થાય તો તેઓ પોતાના પરિવારને પૂરો કરવા માટે બાળકને દત્તક લઈ શકે છે.

બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર
બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર

બૉલીવુડ એક્ટ્રેસ બૅબો એટલે કરીના કપૂર આજકાલ ઘણી બધી ચર્ચામાં છે. કરીનાના સમાચારોમાં આવવાનું કારણ એ છે કે તે બીજી વખત ફરીથી માતા બનવા જઈ રહી છે. બીજી તરફ ત્યા એક્ટ્રેસ બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરે પણ સંકેત આપી દીધો છે કે જો તેમને પોતાના બાળકો નહીં થાય તો તેઓ પોતાના પરિવારને પૂરો કરવા માટે બાળકને દત્તક લઈ શકે છે. લગ્ન બાદ બિપાશાએ ફિલ્મોથી બ્રેક લઈ લીધો છે. લગ્ન બાદ બિપાશા કોઈપણ પાર્ટી અને ઈવેન્ટ્સમાં પણ ખૂબ ઓછી નજર આવી છે.

બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર 5 વર્ષ પહેલા 'અલોન' ફિલ્મમાં નજર આવ્યા હતા. બન્નેએ 2016ની શરૂઆતમાં લગ્ન કર્યાં હતાં અને તે પછી બિપાશા તેના પારિવારિક જીવનમાં વ્યસ્ત થઈ ગઈ હતી. હવે 5 વર્ષ બાદ બિપાશા બાસુ પતિ કરણ સિંહ ગ્રોવર સાથે વેબ-સીરીઝ ડેન્જરસથી પાછી ફરી રહી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર બિપાશા બાસુ કહે છે કે હું 5 વર્ષથી કામથી દૂર હતી. આ અંતર જરૂરી હતું. મેં 15 વર્ષની ઉંમરે એક મૉડલ તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું અને ત્યારબાદ 19 વર્ષની ઉંમરે મેં ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. જો મેં આખી જિંદગી મહેનત કરી, તો આ વિરામ જરૂરી હતો. મને મારા માતા-પિતા સાથે સ્ટ્રોન્ગ બૉન્ડિંગ રાખવી હતી. મારા માતાપિતા અને બહેનો સાથે વધુ સમય પસાર કરવો હતો. મેં પોતાના માટે સમય નીકાળ્યો. તમે જેને પ્રેમ કરો છો તેની સાથે પણ તમારે સમય પસાર કરવો જોઈએ.

બિપાશાએ વધુમાં કહ્યું કે, 'હવે હું મારી અંગત અને વ્યાવસાયિક જીવનમાં બેલેન્સ રાખીશ. મેં અત્યાર સુધી મારા કૌટુંબિક જીવનનો આનંદ માણ્યો છે. હવે હું કામ માટે તૈયાર છું. જ્યારે હું ફરીથી અભિનય કરવા તૈયાર હતી, ત્યારે આ ફિલ્મ મારી પાસે આવી.

બાળક વિશે વાત કરતા બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર કહે છે કે જો અમને અમારું પોતાનું બાળક નહીં પણ થયું તો અમે બાળકને દત્તક લેવાનું વિચારશું. આગળ કરણ અને બિપાશા કહે છે હવે જોઈએ, ભગવાન જે ઈચ્છશે એ થશે. અમારા દેશમાં ઘણા બાળકો છે, તેમની સંભાળ પણ અમે રાખી શકીએ છીએ. અમે ભાગ્યશાળી છીએ. દેશમાં ઘણા બાળકો છે, જેમને સુવિધાઓ નથી મળતી, તે બાળકોને સુવિધાઓ આપવી એ પણ આપણી જવાબદારી છે. ચાલો જોઈએ ભવિષ્યમાં શું થાય છે.'

First Published: 16th August, 2020 15:16 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK