Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફૅર એન્ડ લવલી ક્રીમ કંપની બદલવા જઈ રહી છે નામ, જાણો શું છે

ફૅર એન્ડ લવલી ક્રીમ કંપની બદલવા જઈ રહી છે નામ, જાણો શું છે

26 June, 2020 04:08 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ફૅર એન્ડ લવલી ક્રીમ કંપની બદલવા જઈ રહી છે નામ, જાણો શું છે

કંગના રણોત

કંગના રણોત


બોલીવુડ અભિનેત્રી કંગના રનોટે પોતાનો સપોર્ટ દર્શાવ્યો છે. કંગના રણોત તરફથી ટ્વિટર પર તેની ટીમે ટ્વીટમાં લખ્યું છે કે, "એકલતાની આ લડાઇ ઘણાં સમયથી ચાલી રહી છે પણ પરિણામ ત્યારે જ આવ્યું જ્યારે આ મૂવમેન્ટમાં આખા દેશે પોતાનો ભાગ ભજવ્યો."




સુહાના ખાન જેણે પોતે પોતાના સ્કિન ટૉનને કારણે અમુક બાબતોનો સામનો કરવો પડ્યો તેણે પણ યુનિલિવરના આ પગલાને વધાવ્યો છે.

Suhana Khan Instagram story


યુનિલિવર કંપનીએ પોતાના સૌંદર્ય પ્રૉડક્ટ 'ફૅર એન્ડ લવલી'નું નામ બદલવાની યોજના બનાવી છે. યુનિલિવર કંપનીએ કહ્યું કે હવે તે પોતાના બ્યૂટી પ્રૉડક્ટમાંથી વ્હાઇટ, ફૅર અને લાઇટ જેવા શબ્દો હટાવી દેશે અને બધાં રંગની મહિલાઓને પોતાના વિજ્ઞાપન (જાહેરાત)માં સામેલ કરશે.

રંગભેદવાળી માનસિકતા વિરુદ્ધ અમેરિકા સહિત વિશ્વભરમાં ચાલતાં આંદોલનો વચ્ચે યુનિલિવર કંપનીએ પોતાના સૌંદર્ય ઉત્પાદ 'ફૅર એન્ડ લવલી'નું નામ બદલવા જઈ રહી છે. યુનિલિવર કંપની ફક્ત ફૅર એન્ડ લવલી બ્રાન્ડથી જ ભારતમાં વાર્ષિક 50 કરોડ ડૉલર કરતા પણ વધારેનું વેપાર કરે છે. વિશ્વભરમાં અશ્વેતો પ્રત્યે ભેદભાવની મોહિમ દરમિયાન ગોરા રંગને વધાવનારી આ ક્રીમને લઈને પણ પ્રશ્નો ઉઠી રહ્યા હતા.

યુનિલિવર કંપનીએ કહ્યું કે તે પોતાની બ્રાન્ડની પેકેજિંગ પરથી ફૅર, વ્હાઇટનિંહ અને લાઇટનિંગ જેવા શબ્દો હટાવી દેશે. આ સિવાય, જાહેરાતો અને પ્રચાર સામગ્રીમાં દરેક કલરની મહિલાઓને સ્થાન આપવામાં આવશે. ભારત સિવાય, આ ક્રીમ બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ, પાકિસ્તાન અને એશિયાના અનેક દેશોમાં વેંચાય છે.

અમેરિકામાં એક અશ્વેત જૉર્જ ફ્લૉઇડના નિધન બાદ આખા વિશ્વમાં નસ્લવાદી માનસિકતાને લઈને વિવાદ છેડાયો છે. તમામ સ્થળોએ બ્લેક લાઇવ્સ મેટર જેવી મૂવમેન્ટ ચલાવવામાં આવી રહી છે. આ અઠવાડિયે જૉનસન એન્ડ જૉનસન કંપનીએ કહ્યું હતું કે સ્કિન વ્હાઇટનિંગના વેપારમાંથી હટી રહી છે. આમાં ભારતમાં ક્લીન એન્ડ ક્લિયર ફૅરનેસ બ્રાન્ડ અને એશિયામાં ન્યૂટ્રોજેના ફાઇન ફૅરનેસ લાઇન જેવા ઉત્પાદો પણ સામેલ છે.

યુનિલિવર બ્યૂટી એન્ડ પર્સનલ કૅર ડિવીઝનના અધ્યક્ષ સની જૈને કહ્યું, "અમે આ વાતને સમજીએ છીએ કે ફૅર, વ્હાઇટ અને લાઇટ જેવા શબ્દો સુંદરતાની એકપક્ષીય પરિભાષાને વ્યક્ત કરે છે, જે યોગ્ય નથી. અમે આ સુધારવા માગીએ છીએ."

Whatsapp-channel Whatsapp-channel

26 June, 2020 04:08 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK