આ ભાઇને વાળ કપાવવા હતા, સોનુ સૂદની મદદ માગી, મળ્યો આ જવાબ

Published: May 28, 2020, 14:09 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

વળી આજે સોનુએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે કે કેટલી ઝડપથી તેને અલગ અલગ લોકો મદદ માટે સંપર્ક કરી રહ્યા છે. તમે તેની એ પોસ્ટ જોશો તો સમજશો કે તે અગણિત લોકોને મદદ કરી રહ્યો છે.

સોનુ સૂદ
સોનુ સૂદ

આજકાલ સોનુ સૂદ જે રીતે લોકોને મદદ કરી રહ્યો છે અને શ્રમિકોને મોટી સંખ્યામાં ઘરે પહોંચાડી રહ્યો છે તે પછી તેની લોકપ્રિયતા તો બહુ વધી છે જ પણ આ સાથે તે જે રીતે ટ્વિટર પર તેને અવળા સવાલ કરનારાઓને જવાબ આપે છે તેનાથી પણ તેનો ચાહક વર્ગ તેની પર વધુ ફિદા થઇ રહ્યો છે. એના મજેદાર જવાબ તમને ખડખડાટ હસાવશે એ પાક્કું.

ટ્વિટર પર લોકો તેને જાતભાતનાં સવાલ પણ કરે છે અને અનેક વિનંતીઓ પણ મોકલ્યા કરે છે. આવામાં એક માણસે તેને કહ્યું કે શું સોનુ તેને સલૂન લઇ જઇ શકશે કારણકે તેણે અઢી મહીનાથી હેરકટ નથી કર્યા. જો કે એ માણસે તરત પાછળ લખ્યું કે તે પોતે મજાક કરી રહ્યો છે અને સોનુ રિયલ હીરો છે. આમ છતાં પણ  સોનુ સૂદે તેની હાજર જવાબીનો ચમત્કાર અહીં પણ બતાડ્યો અને તેણે લખ્યું કે સલુન જઇને શું કરશો કારણકે સલુન વાળાને મેં ઘરે પહોંચાડી દીધો છે, એની પાછળ પાછળ એના ગામ જવું હોય તો બોલો?

વળી આજે સોનુએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે કે કેટલી ઝડપથી તેને અલગ અલગ લોકો મદદ માટે સંપર્ક કરી રહ્યા છે. તમે તેની એ પોસ્ટ જોશો તો સમજશો કે તે અગણિત લોકોને મદદ કરી રહ્યો છે.

મુંબઇમાં ફસાયેલા શ્રમિકોને સોનુ સૂદ તેમના ગામ મોકલી રહ્યો છે અને માટે જ તે સતત સોશ્યલ મીડિયા પર એક્ટીવ રહે છે જેથી તેને લોકોની જરૂરિયાતોની ખબર પડે પણ ટિખળી લોકો તેની પાસે મજાકમાં કોઇપણ ડિમાન્ડ કરે છે અને જવાબમાં સોનું ચટાકેદાર સંભળાવી આપે છે અને બાકીનાં લોકોને આમાં મનોરંજન મળી જાય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK