રણવીર શૌરી અને કોંકણા સેન શર્મા લેશે છુટાછેડા

Published: Feb 27, 2020, 18:12 IST | Mumbai Desk | Mumbai

રણવીર શૌરી અને કોંકણા સેન શર્મા 2010માં પરણ્યા હતા, 2015માં તેમણે પોતે અલગ રહેશે તેવું જાહેર કર્યું હતું

રણવીર શૌરી અને કોંકણા સેન શર્માના લગ્ન 2010માં થયા હતા. તેમણે ઘણી ફિલ્મોમાં સાથે અભિનય કર્યો અને અંતે પ્રેમમાં પડ્યા. તેમણે આજા નચ લે, ટ્રાફિક સિગ્નલ અને ગયા વર્ષે ડેથ ઇન ગંજ ફિલ્મમાં સાથે કામ કર્યું. તેમની ઓન સ્ક્રિન કેમેસ્ટ્રી હંમેશા કમાલ રહી છે.

જો કે 2015માં કોંકણા અને રણવીરનાં ફેન્સને આઘાત લાગ્યો હતો જ્યારે વેક અપ સીડની આ અભિનેત્રીએ તેઓ છુટા પડી રહ્યા છે તેવી જાહેરાત કરી હતી. જો કે તેણે ત્યારે એમ ટ્વિટ કર્યુ હતું કે તેઓ હજી પણ સારા મિત્રો છે અને દીકરાનું કો-પેરન્ટિંગ કરશે.

 રણવીર શૌરીની ફિલ્મ તિતલી ત્યારે રિલિઝ થવાની હતી જેના ટ્રેઇલર લોન્ચમાં તેને આ અંગે સવાલ કરાયો હતો ત્યારે તેણે કહ્યું હતું કે લગ્ન સંસ્થાને તેના અને કોંકણાના અલગ થવા સાથે કોઇ સંબંધ નથી અને તે માત્ર ખુદને જ દોષી ગણે છે. તાજેતરમાં સ્પોટબોયનાં એક રિપોર્ટ અનુસાર યુગલ કાયદેસર છુટાછેડા લઇ રહ્યું છે. આ યુગલની નજીકના એક સુત્ર અનુસાર આ પહેલાં કોઇ છુટાછેડા આટલા શાંતિથી કે વિખવાદ વિના થયા હોય તેવું નથી થયું. આ બહુ દુઃખદ છે કે તેઓ ફરી પતિ પત્ની તરીકે ભેગાં ન થઇ શક્યાં.

રણવીર શૌરી અને કોંકણા સેન શર્મા બંન્ને ટેલન્ટને મામલે પાવર હાઉસ છે અને તેમને વધુ વખત સ્ક્રિન પર જોવાનું તો બધાને જ ગમશે. શોરીએ છેલ્લે સોનચિરીયા ફિલ્મમાં કમાલનો અભિનય કર્યો હતો અને હવે આપણે તેને અંગ્રેઝી મીડિયમ ફિલ્મમાં જોઇ શકીશું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK