કોરિયોગ્રાફર ફારાહ ખાન (Choreographer Farah Khan)નો આજે જન્મદિવસ છે. તેમના જન્મદિવસ પર ફારાહના જીવન સાથે જોડાયેલી રસપ્રદ ઘટના એ છે કે એકવાર તેમણે ફિલ્મ નિર્માતા અને નિર્દેશક કરણ જોહર (Karan Johar)ને લગ્ન માટે પ્રપોઝ કર્યો હતો પરંતુ કરણ જોહરે ટેક્નિકલ સમસ્યા કહીને તેનો ઈનકાર કર્યો હતો.
ફારાહ ખાન અને કરણ જોહર ઘણા લાંબા સમયથી સારા મિત્રો છે. બન્ને એક બીજાને 25 વર્ષથી વધુ સમયથી ઓળખે છે. બન્નેએ એકબીજાની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. એક સમય એવો હતો જ્યારે ફારાહ ખાન કરણ જોહર સાથે લગ્ન કરવા માંગતી હતી. ફારાહ ખાન શનિવારે 56 વર્ષની થઈ ગઈ છે. એકવાર તેણે કરણ જોહરને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ કરણે ટેક્નિકલ સમસ્યા બતાવીને પ્રસ્તાવને નકારી દીધો હતો.
બાદ ફારાહ ખાને શિરીષ કુંદર સાથે લગ્ન કરી લીધા. હવે તેના ત્રણ સંતાનો છે. જેમના નામ દીયા, અનાયા અને સાઈઝર છે. સાજિદ ખાન અને રિતેશ દેશમુખ શૉ યાદોં કી બારાત હોસ્ટ કરતા હતા, ત્યારે કરણે આ શૉ પર કહ્યું હતું તે ફારાહ ખાન તેને પંસદ કરતી હતી અને તેને પ્રભાવિત કરવાના ઘણા પ્રયાસો કર્યો હતા. ફારાહ ખાને પણ આ અંગે સંમતિ આપી હતી.
ફારાહ ખાન અને કરણ જોહર કુછ કુછ હોતા હૈની શૂટિંગ સ્કૉટલેન્ડમાં કરી રહ્યા હતા. ત્યારે કરણ જોહરના રૂમમાં ફારાહ ખાન રાત્રે પહોંચી ગઈ હતી. કરણ જોહરે આ વિશે જણાવ્યું અને કહ્યું હતું, જ્યારે કોઈ છોકરી રૂમમાં આવે છે, આ બહાનું લઈને આવે છે કે મારા રૂમમાં ભૂત છે. શું હું તે છે જે ભૂત સાથે જોડાય છે? એના પર ફારાહ ખાને કહ્યું કે તે કરણ સાથે લગ્ન કરવા માંગતી હતી પરંતું કરણ જોહરે તેનો પ્રસ્તાવ એટલા માટે ઠુકરાવી દીધો કારણકે તેમનામાં ટેક્નિકલ સમસ્યા હતી. ફારાહ ખાન ફિલ્મ નિર્દેશક છે અને તેમણે ઘણી ફિલ્મો ડિરેક્ટર કરી છે.
ફારાહ ખાન કુંદરનું ટ્વિટર હૅક, ઇન્સ્ટાગ્રામ થયું રિસ્ટોર
29th December, 2020 16:51 ISTFarah Khanનું ઈન્સ્ટાગ્રામ બાદ ટ્વિટર અકાઉન્ટ થયું હૅક, ફૅન્સને આપી આ ચેતવણી
28th December, 2020 17:07 ISTમહિલાઓની પસંદગી વિશે જાગરૂકતા ફેલાવતી ફારાહ ખાન કુંદર
24th November, 2020 18:46 ISTકપડાં વારંવાર રિપીટ કરતી હોવાનું કન્ફેસ કર્યું ફારાહ ખાને
7th November, 2020 11:36 IST