પાકિસ્તાન ક્રિકેટ ટીમના સુકાની સરફરાઝના સપોર્ટમાં આવ્યું બોલીવુડ

Published: Jun 24, 2019, 18:02 IST | મુંબઈ

મેચમાં ભારતે 89 રનથી પાકિસ્તાનને હરાવ્યા બાદ પાકિસ્તાની ચાહકોએ પાકિસ્તાન ટીમ પર અને ખાસ તો ટીમના સુકાની સરફ્રાઝ પર ખૂબ જ ગુસ્સે ભરાયા હતા. સોશિયલ મીડિયા પર તેને ખૂબ જ ટ્રોલ કરવામાં આવ્યો.

સરફરાઝના સપોર્ટમાં આવ્યું બોલીવુડ
સરફરાઝના સપોર્ટમાં આવ્યું બોલીવુડ

ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2019 અનેક કારણોથી યાદ રહેશે. જેમાં 16 જૂને માન્ચેસ્ટરમાં થયેલા India vs Pakistan મેચ બાદ પાકિસ્તાની સુકાની સરફ્રાઝ અહમદને ખૂબ જ ટ્રોલ કરવામાં આવ્યો હતો. આ મેચમાં ભારતે 89 રનથી પાકિસ્તાનને હરાવ્યા બાદ પાકિસ્તાની ચાહકોએ પાકિસ્તાન ટીમ પર અને ખાસ તો ટીમના સુકાની સરફ્રાઝ પર ખૂબ જ ગુસ્સે ભરાયા હતા. સોશિયલ મીડિયા પર તેને ખૂબ જ ટ્રોલ કરવામાં આવ્યો.

દરમિયાન એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો જેમાં એક વ્યક્તિ સરફ્રાઝને જોઇને તેનો વીડિયો બનાવવાનું શરૂ કરી દે છે અને તેના પર અભદ્ર ટિપ્પણીઓ કરે છે. જો કે સરફ્રાઝ તેને સંપૂર્ણપણે અવગણના કરે છે અને ત્યાંથી ચાલ્યો જાય છે. દરમિયાન સરફ્રાઝના ખોળામાં તેનો બાળક પણ હોય છે.

વીડિયો સામે આવ્યા પછી ફક્ત પાકિસ્તાનમાં જ નહીં અને ભારતમાં પણ સેલેબ્સે પોતાનો અણગમો વ્યક્ત કર્યો છે. રિતેશ દેશમુખે પોતાના ટ્વીટર હેન્ડલ પર તે વીડિયોને રિટ્વીટ કરતાં લખ્યું, દરેક કેપ્ટન ક્યારેક ને ક્યારેક કોઇ મહત્વપૂર્ણ મેચ હાર્યો છે. સરફ્રાઝ અહમદ આ ડિઝર્વ નથી કરતો. આ શોષણ છે, જ્યારે તે પોતાના બાળક સાથે હતો.

અભિનેત્રી ગોહર ખાને પણ આ બાબતે ટ્વીટ કરતાં લખ્યું, આ શરમજનક છે. ફક્ત એટલા માટે કે કોઇ ખેલાડી સારું પ્રદર્શન નથી કરી રહ્યો તો તેની સાથે આવો વ્યવહાર કરવામાં આવશે? આ વ્યક્તિ પર શરમ આવે છે. ખાસ તો ત્યારે જ્યારે સરફ્રાઝના હાથમાં તેની દીકરી છે.

ટીવી એક્ટર જય ભાનુશાલીએ લખ્યું, શરમ આવે છે તારા પર....સરફ્રાઝ અહમદે સારું કર્યું પણ વધું સારું કર્યું હોત જો તમે તે વ્યક્તિને તમારા બાળક સામે આમ કરવા પર એક થપ્પડ મારી દીધી હોત.

આ પણ વાંચો : Padman બાદ અક્ષયકુમારની આ ફિલ્મ જાપાનમાં મચાવશે ધૂમ

દુર્વ્યવહાર બદલ આ વ્યક્તિએ માગી માફી


વીડિયો વાયરલ થયા બાદ ચાહકે સરફ્રાઝની માફી માગી. તેણે બીજી વાર એક વીડિયો અપલોડ કર્યો જેમાં તેણે કહ્યું કે, મને નહોતી ખબર કે આ વીડિયો કેવી રીતે અપલોડ થઇ ગયો અને વાયરલ થઈ ગયો. હું ક્ષમા માગું છું. મને ખબર છે તમે ખૂબ જ ગુસ્સામાં છો પણ મને ખ્યાલ નહોતો કે આ મામલો આટલો વધી જશે. હું ક્ષમા ઇચ્છું છું ખાસ કરીને ત્યારે જ્યારે તેનું બાળક તેની સાથે હતું. શક્ય હોય તો મને ક્ષમા કરી દેજો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK