નિર્ભયાને આખરે ન્યાય મળતાં બૉલીવુડ થયું ખુશ

Published: Mar 21, 2020, 14:36 IST | Agencies | Mumbai

નિર્ભયા પર બળાત્કાર કરીને નિર્દયતાથી તેની હત્યા કરનારા ચારેય આરોપીઓને ગઈ કાલે ફાંસી આપવામાં આવી હતી. નિર્ભયાને આખરે ન્યાય મળતાં બૉલીવુડની સેલિબ્રિટીઝે સોશ્યલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી છે.

સુસ્મિતા સેન, રિતેશ દેશમુખ અને રવીના ટંડન
સુસ્મિતા સેન, રિતેશ દેશમુખ અને રવીના ટંડન

નિર્ભયા પર બળાત્કાર કરીને નિર્દયતાથી તેની હત્યા કરનારા ચારેય આરોપીઓને ગઈ કાલે ફાંસી આપવામાં આવી હતી. નિર્ભયાને આખરે ન્યાય મળતાં બૉલીવુડની સેલિબ્રિટીઝે સોશ્યલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી છે. ૨૩ વર્ષની નિર્ભયાનું ૨૦૧૨ના ડિસેમ્બરમાં બળાત્કાર થતાં ૨૦૧૩ની જાન્યુઆરીમાં તેનું મૃત્યુ થયું હતું. ત્યારથી માંડીને આજ દિન સુધી તેનાં માતા-પિતાએ નિર્ભયાને ન્યાય અપાવવા માટે સતત લડત ચલાવી હતી. મુકેશ સિંહ, પવન ગુપ્તા, વિનય શર્મા અને અક્ષય કુમાર સિંહ આ ચારેય દોષીઓને વહેલી સવારે ફાંસીના માંચડે ચડાવી દેવામાં આવ્યા છે. કઈ સેલિબ્રિટીએ શું કહ્યું ચાલો જોઈએ.

નિર્ભયા કેસનો આખરે અંત આવ્યો છે. જોકે આ વહેલાસર થવું જોઈતુ હતું, પરંતુ હું ખુશ છું. આખરે તેને અને તેના પેરન્ટ્સને નિરાંત થઈ. નિર્ભયાના દોષીઓને જો ૨૦૧૨માં જ ફાંસી આપવામાં આવી હોત તો મહિલાઓ વિરુદ્ધ થઈ રહેલા અપરાધોમાં મોટા ભાગે અંકુશ આવી ગયો હોત. ગુનો આચરતાં પહેલાં માં કાયદાનો ડર પણ રહ્યો હોત. ઉપચાર કરતાં એનું નિવારણ લાવવું ખૂબ અગત્યનું હોય છે. સમય આવી ગયો છે કે ભારત સરકાર કાયદામાં જરૂરી સુધારા કરે.
- પ્રીતિ ઝિન્ટા

આખરે નિર્ભયાને ન્યાય મળ્યો ખરો. આશા રાખું છું કે તેના પેરન્ટ્સને આટલાં વર્ષોના સંઘર્ષ બાદ આજે નિરાંતની નીંદર આવશે. આશાદેવી માટે આ ખૂબ-ખૂબ લાંબી ચાલેલી લડત છે.
- તાપસી પન્નુ

આપણી ધરતી પરથી ચાર નરાધમો ઓછા થતાં સારી રીતે છૂટકારો થયો છે. નિર્ભયાના પેરન્ટ્સ છેલ્લાં આઠ વર્ષથી ન્યાય માટે ઝંખી રહ્યા હતા. સમય પાકી ગયો છે કે આપણે ન્યાયની પ્રક્રિયામાં ઝડપ લાવીએ. ત્યારે જ ખરા અર્થમાં નિર્ભયાને શાંતિ મળશે.
- રવીના ટંડન

નિર્ભયાને આખરેય ન્યાય મળ્યો. ‘જૈસી કરની વૈસી ભરની.’ આને પૂરા વિશ્વમાં એક ઉદાહરણ તરીકે ગણવામાં આવે. બળાત્કારની સજા ફાંસી જ આપવામાં આવે. નારીનું સન્માન કરવામાં આવે. સાથે જ જેમણે આ ન્યાય પ્રક્રિયામાં મોડું કર્યું તેમને શરમ આવવી જોઈએ. જય હિન્દ.
- રિશી કપૂર

આશાદેવીનાં ધૈર્ય અને સહનશક્તિને આખરેય ન્યાય મળી ગયો. છેવટે યોગ્ય ન્યાય કરવામાં આવ્યો.
- સુસ્મિતા સેન

નિર્ભયાના પેરન્ટ્સ, તેના ફ્રેન્ડ્સ અને પ્રિયજનો સાથે મારી સંવેદના છે. મોડે-મોડે પણ આખરે ન્યાય તો મળ્યો.
- રિતેશ દેશમુખ

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK