Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વર્લ્ડ કપ 2019માં ઇંગ્લેન્ડના વિજય પર બોલીવુડ સેલેબ્સે પાઠવી શુભેચ્છાઓ

વર્લ્ડ કપ 2019માં ઇંગ્લેન્ડના વિજય પર બોલીવુડ સેલેબ્સે પાઠવી શુભેચ્છાઓ

15 July, 2019 02:06 PM IST | મુંબઈ ડેસ્ક

વર્લ્ડ કપ 2019માં ઇંગ્લેન્ડના વિજય પર બોલીવુડ સેલેબ્સે પાઠવી શુભેચ્છાઓ

અમિતાભ બચ્ચન (ફાઇલ ફોટો)

અમિતાભ બચ્ચન (ફાઇલ ફોટો)


વર્લ્ડ કપ 2019ના ફાઇનલમાં ન્યૂ ઝીલેન્ડને હરાવીને ઇંગ્લેન્ડે વર્લ્ડ કપ વિજેતાનો ખિતાબ પોતાના નામે કરી લીધો. સુપર ઓવરમાં કાંટાની ટક્કર આપીને ઇંગ્લેન્ડ ફક્ત મેચ જ નહીં વર્લ્ડ કપની સાથે સાથે લોકોના મન પણ જીતી લીધા છે. મેચ એટલી બધી રોમાંચક હતી કે ઇંગ્લેન્ડની જીત સાથે જ સોશિયલ મીડિયા પર લોકોના ટ્વીટ આવવા લાગ્યા હતા. ઇંગ્લેન્ડની જીતની ખુશીમાં કેટલાય બોલીવુડ સેલેબ્સ પણ સામેલ થયા.

 



 


 

 


હકીકતે, ઇંગ્લેન્ડ પહેલી વાર વર્લ્ડ કપ જીત્યું છે અને એ વાતનો રાજીપો પ્લેયર્સના ચહેરા પર તો દેખાયો જ હતો પણ હવે તે ખુશી ભારતીયોમાં પણ જોવા મળે છે. અમિતાભ બચ્ચનથી લઇને અનુપમ ખેર સુધી કેટલાય બોલીવુડ દિગ્ગજોએ રમતના ઘણાં વખાણ કર્યા અને ઇંગ્લેન્ડને જીતની વધામણી આપી.

અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને લખ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં સ્પોર્ટ્સ જગતમાં ઘણા હિમ્મતવાનો હાર્યા છે ભારત સારું રમ્યું... ન્યૂ ઝીલેન્ડ સારું રમ્યું... ફેડરર સારું રમ્યો.

બોલીવુડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાએ લખ્યું, શું ગજબ મેચ હતી, બન્ને તરફથી ગંભીર, ક્રેઝી, પાગલ, ભાવુક.

બોલીવુડ અભિનેત્રી તાપસી પન્નૂએ પણ ઇંગ્લેન્ડની જીત પર ખુશી વ્યક્ત કરી છે. તેણે લખ્યું કે, ઇંગ્લેન્ડ વર્લ્ડ કપ જીત્યું અને ન્યૂ ઝીલેન્ડ લોકોના મન. બન્ને પક્ષોએ અમને યાદગાર મેચ આપી છે.

અનુપમ ખેરે પોતાનો વીડિયો પોસ્ટ કરીને વર્લ્ડ કપ વિજેતા ઇંગ્લેન્ડને વધામણી આપી છે. વીડિયો શેર કરતાં અનુપમ ખેરે લખ્યું કે, આ વર્લ્ડ કપ 2019માં ક્રિકેટ જીતી છે. અવિશ્વસનીય મેચ હતી. કોન્ગ્રેચ્યુલેશન્સ ઇંગ્લેન્ડ, જબરજસ્ત વિજય. અને ન્યૂ ઝીલેન્ડ હિરોઝની ટીમ છે. જય હો.

બોલીવુડ અભિનેતા રિતેશ દેશમુખે પણ ઇંગ્લેન્ડને વધામણી આપી છે. રિતેશે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર લખ્યું, ઐતિહાસિક વર્લ્ડ કપ ફાઇનલ્સ, વધામણી ઇંગ્લેન્ડ ક્રિકેટ ચેમ્પિયન્સ.

આ પણ વાંચો : મોહસીન ખાનઃ તમને ખબર છે ટેલિવુડનો આ હાર્ટથ્રોબ ગુજરાતી છે!

જો કે ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ ઇંગ્લેન્ડની જીતથી કંઇ ખાસ ખુશ દેખાયા નથી. અનુરાગે ટ્વીટ કરીને લખ્યું કે બેતુકા નિયમોને કારણે ઇંગ્લેન્ડ વિનર બન્યું પણ હકીકતે વિનર તો ન્યૂ ઝીલેન્ડ જ છે.

Whatsapp-channel Whatsapp-channel

15 July, 2019 02:06 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK