Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > 2021માં આ પાંચ ફિલ્મોથી દર્શકોનું મનોરંજન થશે

2021માં આ પાંચ ફિલ્મોથી દર્શકોનું મનોરંજન થશે

03 September, 2020 08:47 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

2021માં આ પાંચ ફિલ્મોથી દર્શકોનું મનોરંજન થશે

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


કોરોનાના કહેરને લીધે આ વર્ષ તો કોઈને ફળ્યો નથી. બોલીવુડ માટે પણ આ વર્ષ ઈતિહાસનો સૌથી ખરાબ વર્ષ ગણી શકાય છે. લૉકડાઉનના લીધે પ્રોડક્શન અને ફિલ્મની રિલિઝ ડેટ સતત પોસ્ટપોન થતી હતી. ફિલ્મમાં જેમ ખરાબ સમય પછી સારો સમય આવે છે અને હિરો કપરા સમયમાં પડકારોનો સામનો કરીને હેપી એન્ડિંગ લાવે છે તેવી જ રીતે વર્ષ 2021 બોલીવુડ માટે સારો સમય હશે એમ કહી શકાય છે. અક્ષય કુમાર (Akshay Kumar), અજય દેવગણ (Ajay Devgn), સલમાન ખાન (Salman Khan) અને આમિર ખાન (Aamir Khan) જેવા દિગ્ગજ અભિનેતાઓની ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે તેથી દર્શકોનું મનોરંજન આવતા વર્ષે ડબલ થશે એમ કહી શકાય છે.

પાંચ એવી ફિલ્મ છે જેની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે-



બેલબોટમ


આ ફિલ્મમાં અક્ષય કુમારનો ક્લાસી લુક ગયા વર્ષના નવેમ્બરમાં જોવા મળ્યો હતો. 80ના દાયકાની રસપ્રદ સ્ટોરી છે જેમાં અક્ષય અને વાણી કપૂર (vaani Kapoor)ના પાત્રને કેટલીક સત્ય ઘટનાઓને આધારે આગળ વધારવામાં આવતા બતાવવામાં આવશે. આવતા વર્ષની બીજી એપ્રિલે રિલીઝ થનારી આ ફિલ્મ પુજા એન્ટરટેઈનમેન્ટે એમી એન્ટરટેઈનમેન્ટના સહયોગથી બનાવવામાં આવશે. હ્રિતિક રોશન સાથે વૉર ફિલ્મમાં પોતાના કામથી લોકોને ખુશ કરી ચૂકેલી અભિનેત્રી વાણી કપૂર લીડ રોલમાં છે અને લારા દત્તા (Lara Dutta)અને હુમા કુરેશી (Huma Qureshi) પણ આ ફિલ્મમાં મહત્વનાં રોલમાં છે. મહામારીમાં પણ આ ફિલ્મના એક્ટર્સે ફિલ્મમેકિંગ પ્રોસેસને એન્જોઈ કરી હતી. વર્ચ્યુઅલ સ્ક્રિપ્ટ રિડીંગ્સ અને પ્રોડક્શન મીટિંગ્સ થતી હતી. રંજીત તિવારી નિર્દેશિત ફિલ્મને વાશુ ભગનાની, જેકી ભગનાની, દિપશીખા દેશમુખે પ્રોડ્યુસ કરી છે. 80ના દાયકામાં પ્લેન હાઈજેક્સની ઘટનાથી દેશને કેવો શોક લાગ્યો હતો તે આ ફિલ્મમાં જોવા મળશે.

મૈદાન


ડિસેમ્બર 2020માં રિલીઝ થનારી અજય દેવગણની મૈદન મુવી 13 ઑગસ્ટ, 2020ના રોજ થિયેટરમાં જોવા મળશે. અમિત શર્માએ ડાયરેક્ટર કરેલી આ ફિલ્મની સ્વતંત્રતા દિન નજીક રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે આ એક અનટોલ્ડ સ્ટોરી છે જે જોઈને દરેક ભારતીયને ગર્વ થશે. આ ફિલ્મ ભારતની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના કોચ અને મેનેજર સૈયદ અબ્દુલ રહિમના જીવન ઉપરથી બનાવવામાં આ છે. ફિલ્મમાં લીડ રોલ અજય દેવગણનો છે અને તેમની સાથે પ્રિયમણી, ગજરાજ રાવ અને રુદ્રનિલ ગોશ જોવા મળશે. બોની કપૂર અને ઝી સ્ટૂડિયોઝએ કો-પ્રોડ્યુસ કરેલી આ ફિલ્મ અત્યારથી જ ચર્ચામાં છે.

રાધેઃ યૉર મોસ્ટ વોન્ટેડ ભાઈ

સલમાન ખાનની આ ફિલ્મ આવતા વર્ષની દિવાળીમાં રિલીઝ થઈ શકે છે. કો-સ્ટાર દિશા પટણી સાથેની આ ફિલ્મ મે 2020માં થિયેટરમાં લાવવાની યોજના હતી. પરંતુ કોરોનાને લીધે શૂટિંગ સંપૂર્ણ બંધ રહેતા આ ફિલ્મની રિલીઝને પાછળ ધકેલવામાં આવી છે. પ્રભુદેવાએ ડાયરેક્ટર કરેલી આ ફિલ્મમાં રણદીપ હૂડા અને જેકી શ્રોફનો પણ મહત્વનો રોલ છે. સલમાન ખાન ફિલ્મ્સ બેનર અંતર્ગત સોહિલ ખાન અને રિલ લાઈફ પ્રોડક્શન પ્રા.લિ.એ આ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે.

લાલ સિંહ ચઢ્ઢા  

આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢા ડિસેમ્બર 2021માં રિલીઝ થશે. આ ફિલ્મ હૉલીવુડની ‘ફૉરેસ્ટ ગમ્પ’ પરથી પ્રેરિત છે. પૅરામાઉન્ટ પિક્ચર્સની આ ફિલ્મ વિન્સ્ટન ગ્રુમની નૉવેલ પર આધારિત હતી. આ અમેરિકન કૉમેડી-ડ્રામા ૧૯૯૪માં રિલીઝ થઈ હતી. હવે આ હિન્દી રીમેકને ‘સીક્રેટ સુપરસ્ટાર’ના ડિરેક્ટર અદ્વૈત ચંદન ડિરેક્ટ કરશે. અતુલ કુલકર્ણીએ ફિલ્મની સ્ટોરી લખી છે.

રક્ષાબંધન

આવતા વર્ષે નવેમ્બરમાં અક્ષય કુમારની રક્ષાબંધન રિલીઝ થશે. આનંદ એલ રાયે ડાયરેક્ટ કરેલી આ ફિલ્મમાં ભાઈ-બહેન વચ્ચેનું બોન્ડિંગ દર્શાવવામાં આવશે. આ ફિલ્મ સાથે અક્ષય કુમાર ઈમોશનલી જોડાયેલો છે. તેની બહેન અલ્કા ભાટિયા આ ફિલ્મને બનાવી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

03 September, 2020 08:47 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK