Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Bigg Boss 12: આવશે સૌથી મોટું ટ્વિસ્ટ, થશે બ્રેકઅપ

Bigg Boss 12: આવશે સૌથી મોટું ટ્વિસ્ટ, થશે બ્રેકઅપ

15 October, 2018 08:57 AM IST |

Bigg Boss 12: આવશે સૌથી મોટું ટ્વિસ્ટ, થશે બ્રેકઅપ

Bigg Boss 12: આવશે સૌથી મોટું ટ્વિસ્ટ, થશે બ્રેકઅપ


jodi

બિગ બૉસ 12માં પણ અત્યાર સુધી સૌથી મોટું ટ્વિસ્ટ આવનાર એપિસોડમાં જોવા મળશે. હવે જોડીઓને સિંગલ્સમાં વિભાજિત કરવામાં આવશે. એનો અર્થ કે જોડીઓનું બ્રેકઅપ થશે અને દરેકે આગળનો સફર એકલાએ જ નક્કી કરવાનો રહેશે.

બિગ બૉસ સીઝન 12માં સિંગલ્સ અને જોડીઓની ઘરમાં એન્ટ્રી થઈ હતી. અત્યાર સુધી સિંગલ અને જોડીએની વચ્ચે મુકાબલો ચાલી રહ્યો હતો. પરંતુ આવનારા એપિસોડમાં જોડીઓનું બ્રેકઅપ થશે અને આને જ સૌથી માટું ટ્વિસ્ટ માનવામાં આવી રહ્યું છે. હવે દરેક કન્ટેસ્ટન્ટે એક બીજા સામે સ્પર્ધામાં ઉતરવાનું રહેશે. આ કન્ટેસ્ટન્ટ માટે મુશ્કેલ હોઈ શકે છે કારણ કે જ્યાં સુધી સ્પર્ધાઓ જોડીમાં હતી ત્યાં સુધી તેઓ નિર્ણયો લઈ રહ્યા હતા અને આગળ વધી રહ્યા હતા. પરંતુ હવે એકલામાં જ રમત રમવાની રહેશે. દ્રષ્ટિકોણ એ છે કે જેઓ કોન્ટેસ્ટન્ટ બીગ બોસના ઘરે જોડીમાં આવ્યા હતા તેઓ એકબીજાના વર્તન અને નિયમને જાણશે. હવે, પછી શું થશે, તે ફક્ત આગામી એપિસોડ્સમાં જ જાહેર કરવામાં આવશે.




આ પણ વાંચો : Bigg Boss 12: આ કન્ટેસ્ટન્ટ થઈ ઘરથી બહાર



અગર જોડીઓની વાત હોય તો, દરેકની નજર જસલીન માથારુ અને અનુપ જલોટા પર જ છે. કારણકે એમની એન્ટ્રી દંપતી કપલ તરીકે થઈ હતી. અનૂપે બિગ બૉસમાં જ આ વાતની જાણકારી આપી હતી કે જસલીન એમની ગર્લફ્રેન્ડ છે અને તેઓ લગભગ 3 વર્ષથી રિલેશનશિપમાં છે. છેલ્લા એપિસોડમાં આપણે જોયું કે, અનૂપને સિક્રેટ રૂમમાં મોકલવામાં આવ્યા હતા. પરંતુ ત્યા બેસીને તેઓ બધા કન્ટેસ્ટનટને જોઈ રહ્યા હતા. ખાસ કરીને જસલીન પર નજર હતી. સિક્રેટ રૂમમાં બેસેલા અનૂપજીને ઝટકો લાગ્યો હતો જ્યારે જસલીને એમને લઈને અલગ-અલગ વાત કરી હતી અને બીજા અન્ય સ્પર્ધકોથી નિકટતા વધારી લીધી હતી.


Whatsapp-channel Whatsapp-channel

15 October, 2018 08:57 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK