અમૃતા રાવે શૅર કરી બેબી બમ્પ ફ્લોન્ટ કરતી તસવીર, કર્યો મોટો ખુલાસો

Published: 19th October, 2020 18:13 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

અમૃતાની પ્રેગ્નેન્સીના સમાચાર તાજેતરમાં આવ્યા હતા. પણ આજે અમૃતાએ પોતાની પ્રેગ્નેન્સી સાથે જોડાયેલું મોટું સત્ય પહેલીવાર ચાહકો સાથે શૅર કર્યું છે.

અમૃતા રાવે શૅર કરી તસવીર
અમૃતા રાવે શૅર કરી તસવીર

કોરોના વાયરસે આખા વિશ્વમાં એવો કહેર વરસાવ્યો છે કે દરેક વ્યક્તિ આ વર્ષને પોતાના કેલેન્ડરમાંથી હટાવવા માટે વિચાર કરે છે. પણ આ 2020માં બોલીવુડની ઘણી એક્ટ્રેસના જીવનમાં નાનકડા મહેમાનના આવવાના સમાચાર આવી રહ્યા છે. અનુષ્કા શર્મા, કરીના કપૂર, અનીતા હસનંદાની જેવી ઘણી એક્ટ્રેસ આ સમયે પ્રેગ્નેન્ટ છે અને મા બનવાની છે. આ લિસ્ટમાં હવે અમૃતા રાવ પણ સામેલ છે જે ટૂંક સમયમાં જ પોતાના બાળકને જન્મ આપવાની છે. અમૃતાની પ્રેગ્નેન્સીના સમાચાર તાજેતરમાં આવ્યા હતા. પણ આજે અમૃતાએ પોતાની પ્રેગ્નેન્સી સાથે જોડાયેલું મોટું સત્ય પહેલીવાર ચાહકો સાથે શૅર કર્યું છે.

અમૃતા રાવે ખુલાસો કર્યો છે કે તે 9મા મહિને પ્રેગ્નેન્ટ છે અને ટૂંક સમયમાં જ તેનું બાળક આ વિશ્વમાં આવવાનું છે. અમૃતાએ પોતાના બેબી બમ્પ અને પતિ આરજે અનમોલ સાથેની એક તસવીર શૅર કરતાં તેના પર લખ્યું છે, "સરપ્રાઇઝ સરપ્રાઇઝ...હું 9મા મહિને પ્રેગ્નેન્ટ છું...મારા ચાહકો અને મિત્રો સાથે આ ન્યૂઝ શૅર કરવા માટે ખૂબ જ એક્સાઇટેડ છું કારણકે આટલા સમયથી આ હકીકત મેં મારા પેટમાં છુપાવી રાખી હતી. પણ આ હકીકત છે. બેબી જલ્દી આવવાનું છે. આ મારી, અનમોલ અને અમારા પરિવાર માટે ખૂબ જ સારી સફર રહી. થેન્ક્યૂ"

નોંધનીય છે કે, 'મેં હું ના', 'વિવાહ' જેવી સુપરહિટ ફિલ્મોમાં દેખાઇ ચૂકેલી અમૃતા રાવે 2016માં રેડિયો ડૉકી અનમોલ સાથે લગ્ન કર્યા હતા. આ બન્ને વચ્ચે લગ્ન પહેલા 7 વર્ષ રિલેશનશિપ ચાલ્યું.

તાજેતરમાં જ અમૃતા અને અનમોલની એક તસવીર વાયરલ થઈ હતી જેમાં તે પોતાના બેબી બમ્પ સાથે જોવા મળી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK