Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Sunny Leoneએ બિકિનીમાં શૅર કરેલા ફોટોઝ જોરદાર વાઈરલ, જુઓ તેમ પણ

Sunny Leoneએ બિકિનીમાં શૅર કરેલા ફોટોઝ જોરદાર વાઈરલ, જુઓ તેમ પણ

29 January, 2021 04:55 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Sunny Leoneએ બિકિનીમાં શૅર કરેલા ફોટોઝ જોરદાર વાઈરલ, જુઓ તેમ પણ

સની લિયોની (તસવીર સૌજન્ય - મિડ-ડે)

સની લિયોની (તસવીર સૌજન્ય - મિડ-ડે)


ફિલ્મ અભિનેત્રી સની લિયોની (Sunny Leone)એ સોશિયલ મીડિયા પર પોતાની બે તસવીરો શૅર કરી છે, એમાં તમે એને બિકિની પહેરેલી જોઈ શકો છો. સની લિયોની ફોટોમાં ઘણી ગ્લેમરસ નજર આવી રહી છે. આ ફોટો તેણે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શૅર કર્યો છે. જેમાં તે શાનદર પૉઝ આપતી જોવા મળી રહી છે.




સની લિયોનીએ એક જ પૉઝમાં બે તસવીરો શૅર કરી છે, એમાં એક બ્લેક એન્ડ વાઈટ અને બીજી કલરમાં છે. તેણે પીચ કલરની બિકિની પહેરી રાખી છે. એમાં તે ઘણી શાનદાર લાગી રહી છે. આ ફોટોને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. ફૅન્સ એની તસવીર પર લાઈક અને કમેન્ટ્સ કરી રહ્યા છે.

સની લિયોની સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને તે પોતાના ફોટોઝ અને વીડિયોઝ શૅર કરતી રહે છે. સની લિયોની બૉલીવુડમાં પ્રખ્યાત નામ છે. તેણે ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે. આ સિવાય તે તેના પતિ ડેનિયલ અને 3 બાળકો સાથે નજર આવે છે. સની વિક્રમ ભટ્ટની ફિલ્મ અનામિકામાં નજર આવશે. સની લિયોની આ પહેલા એડલ્ટ ફિલ્મોમાં કામ કરતી હતી. જોકે બાદમાં તેણે બૉલીવુડનું વલણ રાખ્યું અને ઘણા શૉ અને ફિલ્મોમાં કામ કર્યું.


2020 બધા માટે એક કઠિણ વર્ષ રહ્યું હતું. એના વિશે જણાવતા સની લિયોનીએ કહ્યું, 'આ વાસ્તવમાં બધા માટે બહુ જ મુશ્કેલ વર્ષ હતું પરંતુ પરિવાર સાથે આટલો સમય વિતાવવાનું ખાસ હતું. આ એવી વસ્તુ છે જેના માટે હું ખૂબ આભારી છું. મેં મારા બાળકો સાથે એક અદ્ભુત સંબંધ બનાવ્યો છે અને હવે અમે ખૂબ નજીક આવી ગયા છીએ, તેથી તે ખૂબ સરસ છે. એક પેરેન્ટ્સના રૂપમાં મારી મુખ્ય ચિંતા મારા બાળકોને સુરક્ષિત રાખવાની હતી. દરેક અન્ય માતાની જેમ, મારા બાળકોને જીવલેણ કોરોનાવાયરસથી બચાવવાની વાત આવે ત્યારે મારી પ્રાથમિકતાઓ પાછળ પડી ગઈ. અમે અમેરિકા આવી ગયા. જ્યાં અમે અમારા લોકોના ખૂબ નાના ગ્રુપની વચ્ચે રહેતા હતા. અમે ફક્ત ઘરની અંદર જ રહ્યા.'

Whatsapp-channel Whatsapp-channel

29 January, 2021 04:55 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK