કરોડો દિલની ધડકન નોરા ફતેહીને આ સ્ટાર કિડ સાથે કરવા છે લગ્ન, જાણો કોણ છે

Published: 8th January, 2021 13:53 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

Nora Fatehi Marriage : નોરા ફતેહી જેની સાથે લગ્ન કરવા માંગે છે તે છોકરો પોતે લાખો દિલની ધડકન છે. છોકરાની ઝલક મેળવવા માટે પાપારાઝી તેની પાછળ દોડે છે, તે જ્યાં પણ જાય છે ત્યાં આખી લાઈમલાઇટ પોતાના નામે લઈ જાય છે

નોરા ફતેહી
નોરા ફતેહી

પોતાની સુંદરતા અને ડાન્સથી દરેકના દિલના ધબકારા વધારનારી નોરા ફતેહીએ આખરે જણાવી દીધું કે તે કોની સાથે લગ્ન કરવા માંગે છે. નોરા ફતેહી જેની સાથે લગ્ન કરવા માંગે છે તે છોકરો પોતે લાખો દિલની ધડકન છે. છોકરાની ઝલક મેળવવા માટે પાપારાઝી તેની પાછળ દોડે છે, તે જ્યાં પણ જાય છે ત્યાં આખી લાઈમલાઇટ પોતાના નામે લઈ જાય છે. આટલી બધું વાંચીને તમે પણ વિચારી રહ્યા જ હશો કે આખરે આ છે કોણ? તો ચાલો અમે તમને જણાવી દઈએ.

હકીકતમાં તે છોકરો બીજું કોઈ નહીં કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનનો નવાબ તૈમૂર અલી ખાન છે. હાં, નોરા ફતેહીએ પોતે કહ્યું કે તેઓ નાના નવાબ સાથે લગ્ન કરવા માંગે છે. પરંતુ નવાબ તૈમૂર માત્ર 4 વર્ષનો છે. નોરા તાજેતરમાં જ કરીના કપૂર ખાનનો શૉ ‘What Women Want season 3’માં પહોંચી હતી અને તેણે બૅબો સાથે ઘણી વાતો કરી હતી. આ દરમિયાન કરીનાએ નોરાના ડાન્સના વખાણ કર્યા અને જણાવ્યું કે તેમના પતિ અને બૉલીવુડ એક્ટર સૈફ અલી ખાન, નોરા ફતેહી ખાનનો ડાન્સ ઘણો પસંદ કરે છે. સૈફને નોરાના ડાન્સ મૂવ્ઝ ઘણા પસંદ છે.

કરીનાની વાત સાંભળીને નોરા ફતેહી શરમાઈ જાય છે અને હાસ્ય સાથે બોલે છે, હું આશા કરું છું કે તૈમૂર જલદી મોટો થઈ જશે, ત્યારે તમે મારા અને તૈમૂરની સગાઈ અથવા લગ્ન વિશે વિચારી શકો છો. નોરાની વાત સાંભળીને કરીના કપૂરને પણ હસી આવી જાય છે અને તેણે જવાબ આપ્યો કે, સારું પણ હાલ તે માત્ર ચાર વર્ષનો છે.... એને મોટો થવામાં ઘણો સમય છે. કરીનાના જવાબ પર નોરાએ કહ્યું, કોઈ વાંધો નથી, હું રાહ જોઈશ.

તમને જણાવી દઈએ કે કરીના કપૂર ખાન બીજી વાર પ્રેગ્નન્ટ છે. તે ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે. પરંતુ પહેલી પ્રેગ્નેન્સીની જેમ જ એક્ટ્રેસ બીજા પ્રેગ્નેન્સી દરમિયાન પણ સતત કામ કરી રહી છે. હાલમાં જ તેણે તેની આગામી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'ની શૂટિંગ પૂર્ણ કરી છે. તેમ જ નોરા ફતેહી હાલમાં જ ગુરૂ રંધાવાનું ગીત 'નાચ મેરી રાની'માં નજર આવી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK