Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Neena Guptaને લાગ્યું દીકરી મસાબાનું મૃત્યુ થઈ ગયું, આ છે કારણ

Neena Guptaને લાગ્યું દીકરી મસાબાનું મૃત્યુ થઈ ગયું, આ છે કારણ

29 December, 2020 09:14 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Neena Guptaને લાગ્યું દીકરી મસાબાનું મૃત્યુ થઈ ગયું, આ છે કારણ

નીના ગુપ્તા અને દીકરી મસાબા ગુપ્તા. તસવીર- જાગરણ

નીના ગુપ્તા અને દીકરી મસાબા ગુપ્તા. તસવીર- જાગરણ


બૉલીવુડમાં હાલ ક્રિસમસનું ગ્રાન્ડ સેલિબ્રેશન જોવા મળી રહ્યું છે. એવામાં ફૅશન ડિઝાઈનર અને અભિનેત્રી મસાબા ગુપ્તાએ પણ ક્રિસમસનો ઘણો આનંદ માણ્યો હતો અને પોતાના સેલિબ્રેશના કેટલાક ફોટોઝ સોશિયલ મીડિયા પર શૅર કર્યા હતા. તે દરમિયાન મસાબાએ પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ઘટના શૅર કરી છે. જેમાં તેણે પોતાની માતાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, 'તેની માતા ખૂબ ગભરાઈ ગઈ હતી અને તેમને લાગ્યું હતું કે મારી (એટલે કે મસાબા)ની મૃત્યુ થઈ ગઈ છે.' મસાબાએ પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક મેસેજ શૅર કર્યો છે, મેસેજ સાથે તેણે માતા નીના ગુપ્તાનો ફોટો પણ શૅર કર્યો છે અને એમના હાથમાં ફોન પણ નજર આવી રહ્યો છે.

neena-msg



મસાબાએ મેસેજમાં લખ્યું છે, નીનાજી તરફથી ગુડ મોર્નિંગ, જેમણે મને કહ્યું કે તે મારી તપાસ કરવા જઈ રહી છે. કારણકે તેઓએ વિચાર્યું કે હું મરી ગઈ છું. હકીકતમાં હું આજે 9.30 વાગ્યે ઉઠી છું((જે પહેલાં ક્યારેય નહોતું બન્યું). આ કારણથી તેમને લાગ્યું કે હું મરી ગઈ છું. આ ક્રિસમસ છે? તમને જણાવી દઈએ કે મસાબા ક્રિસમસની ઉજવણી કરવા માટે મુક્તેશ્વર ગઈ હતી. જ્યાં તેમની માતા નીના ગુપ્તા પણ ગઈ હતી. સાથે જે તેમણે ક્રિસમસ સેલિબ્રેશનની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શૅર કરી છે. તેમણે પોતાના પરિવાર સાથે ઘણી તસવીરો પોસ્ટ કરી છે, અને કહ્યું કે, તેઓ સત્યદીપ મિશ્રાને યાદ કરી રહી છે, જે એમનો અફવા પ્રેમી છે.


 
 
 
View this post on Instagram

A post shared by Masaba (@masabagupta)


મસાબાએ પોતાના ક્રિસમસ ટ્રીનો એક ફોટો પણ શૅર કર્યો છે, જેની પાછળ પહાડ દેખાઈ રહ્યો છે. મસાબા ગુપ્તા નીના અને વેસ્ટ ઈન્ડીઝ ભૂતપૂર્વ ક્રિકેટર વિવિયન રિચર્ડની દીકરી છે. 80ના દાયકામાં નીના અને સર વિવિયન રિચર્ડ રિલેશનશિપમાં રહ્યા હતા. પરંતુ કોઈ કારણોસર બન્નેના લગ્ન થઈ શક્યા નહીં, પંતું નીનાએ મસાબાને સિંગલ પેરેન્ટ તરીકે ઉછેરવાનો નિર્ણય લીધો હતો.

Whatsapp-channel Whatsapp-channel

29 December, 2020 09:14 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK