ઘરકામ કરીને થાકી ગઈ અભિનેત્રીઓ, હવે ઊંધે છે પોતપોતાના ઘરે

Published: Mar 25, 2020, 12:37 IST | Rachana Joshi | Mumbai

કરિના કપુર, કરિશ્મા કપુર, મલ્લાઈકા અરોરા, અમૃતા અરોરા, મલ્લિકા ભટ્ટે પોતપોતાના ઘરમાં સુતા હોય તેવી તસવીરોનું કૉલાજ બનાવીને કર્યું સોશ્યલ મિડિયા પર પોસ્ટ

કરિશ્મા કપુર, મલ્લાઈકા અરોરા, કરિના કપુર
કરિશ્મા કપુર, મલ્લાઈકા અરોરા, કરિના કપુર

ગઈકાલે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસ માટે લૉકડાઉનની જાહેરાત કરી તે પહેલા પણ લગભગ છેલ્લા એક અઠવાડિયાથી લોકો ઘરમાં જ છે. સામાન્ય માણસોની જેમ સેલિબ્રિટિઓ પણ છેલ્લા એક અઠવાડિયાથી ઘરમાં જ છે અને તેઓ જુદી જુદી એક્ટિવિટિઝ કરીને પોતાનો સમય પસાર કરે છે. મલ્લાઈકા અરોરા યોગા કરતી હતી તો કરિના કપુર પરિવાર સાથે ગાર્ડનિંગ કરતી હતી. એમ બધી જ અભિનેત્રીઓએ ઘરના જુદા જુદા કામ કરતા ફોટો સોશ્યલ મિડિયા પર શેર કર્યા હતા. હવે આ જ અભિનેત્રીઓએ પોતાના ઘરમાં નૅપ લેતી એટલે કે ઊંધતી જોવા મળી છે. કરિના કપુર, કરિશ્મા કપુર, મલ્લાઈકા અરોરા, અમૃતા અરોરા, મલ્લિકા ભટ્ટ પાંચેય અભિનેત્રીઓએ પોતાના ઘરમાં સુતેલા ફોટોનું એક કૉલાજ બનાવીને સોશ્યલ મિડિયા પર પોસ્ટ કર્યું છે અને કૅપ્શનમાં લખ્યું છે કે, જે મિત્રો સાથે ઊંધે છે તેઓ હંમેશા સાથે રહે છે. ઘરે રહો અને સલામત રહો.'

 
 
 
View this post on Instagram

Friends that nap together, stay forever 💪🏻💪🏻💪🏻💪🏻

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) onMar 24, 2020 at 3:40am PDT

બાકીની અભિનેત્રીઓએ પણ આ જ ફોટો સોશ્યલ મિડિયા પર શેર કર્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK