કંગના રણોતને કમાન્ડો સુરક્ષા બાદ આ અભિનેત્રીએ કહ્યું, શું મારા ટેક્સ...

Published: Sep 08, 2020, 18:23 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

કંગના રણોતને વાય કેટેગરીની સિક્યોરિટી મળ્યા બાદ બોલીવુડની જાણીતી અભિનેત્રી કુબરા સૈતે ટ્વીટ કર્યું છે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.

કંગના રણોત (ફાઇલ ફોટો)
કંગના રણોત (ફાઇલ ફોટો)

કંગના રણોત (Kangana Ranaut)ને લઇને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોમવારે જાહેરાત કરી કે છે કે તેને વાય પ્લસ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી આવી છે અને હવે 10 સશસ્ત્ર કમાન્ડો કંગનાની સુરક્ષામાં તૈનાત હશે. એક અધિકારીએ જણાવ્યું કે તે બોલીવુડની પહેલી એવી કલાકાર છે, જેને સીઆરપીએફ કમાન્ડો (CRPF Commando Security)ની સુરક્ષા મળશે. આ મુદ્દે બોલીવુડની જાણીતી અભિનેત્રી કુબરા (Kubra Sait) સૈતે ટ્વીટ (Tweet) કર્યું છે, જે સોશિયલ (Social Media) મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. પોતાના ટ્વીટમાં કુબરા સૈતે કંગનાને મળનારી સુરક્ષાને લઈને પ્રશ્ન કર્યો, સાથે જ પૂછ્યું કે શું આ મારા ટેક્સમાંથી જાય છે?

કંગના રણોતને લઈને કુબરા સૈતનું આ ટ્વીટ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે, સાથે જ આના પર લોકો કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. કુબરા સૈતે પોતાના ટ્વીટમાં લખ્યું, "ફક્ત પૂછું છું, શું આ મારા ટેક્સમાંથી જાય છે?" જણાવવાનું કે હજી એ સ્પષ્ટ નથી કે કંગનાએ આ સુરક્ષા માટે સરકારને પેમેન્ટ આપવાનું છે કે નહીં. એક અધિકારીએ જણાવ્યું કે વાય પ્લસ શ્રેણીની સુરક્ષામાં 10 સશસ્ત્ર કમાન્ડો તૈનાત કરવામાં આવે છે, જે શિફ્ટ્સ પ્રમાણે દરવખતે તેની સુરક્ષામાં તૈનાત રહેશે. કંગનાને હિમાચલ પ્રદેશની દીકરી જણાવતા મુખ્યમંત્રી જયરામ ઠાકુરે વીડિયો રિલીઝ કરીને સુરક્ષા આપવાના નિર્ણયનું સ્વાગત કર્યું.

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના નિધન પછી કંગનાએ કહ્યું હતું કે તેને મુંબઇ પોલીસથી ડર લાગે છે અને તેણે મુંબઇની તુલના પાકિસ્તાન ઑક્યુપાઇડ કાશ્મીર સાથે કરી હતી. કંગનાએ સુરક્ષા પ્રદાન કરવા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો આભાર માન્યો અને કહ્યું કે કોઇપણ દેશભક્ત અવાજને હવે કોઇ દબાવી નહીં શકે. કંગના હાલ પોતાના ગૃહ રાજ્ય હિમાચલ પ્રદેશમાં છે. તેણે કહ્યું હતું કે તે નવ સપ્ટેમ્બરના મુંબઇ આવશે. આ જાહેરાત બાદ તેને સુરક્ષા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK