જ્યારે કંગનાને પિતાએ થપ્પડ મારવાની કોશિશ કરી હતી, એક્ટ્રેસે કહ્યું....

Published: 21st February, 2021 10:19 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

બૉલીવુડ અભિનેત્રી કંગના રાનોટ સોશિયલ મીડિયા પર સામાજિક-રાજનૈતિક મુદ્દાઓ વિશે વાત કરવા અને પોતાના અંગત જીવન વિશેમાં પણ ખુલાસો કરવા માટે ચર્ચામાં રહે છે. તે હંમેશા તેના અંગત જીવનની ઘણી વાતો સોશિયલ મીડિયા પર શૅર કરે છે.

કંગના રાનોટ
કંગના રાનોટ

બૉલીવુડ અભિનેત્રી કંગના રાનોટ સોશિયલ મીડિયા પર સામાજિક-રાજનૈતિક મુદ્દાઓ વિશે વાત કરવા અને પોતાના અંગત જીવન વિશેમાં પણ ખુલાસો કરવા માટે ચર્ચામાં રહે છે. તે હંમેશા તેના અંગત જીવનની ઘણી વાતો સોશિયલ મીડિયા પર શૅર કરે છે. હવે એકવાર ફરીથી કંગના રાનોટે પોતાના જીવનનો એક ખાસ કિસ્સો શૅર કર્યો છે.

કંગના રાનોટ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય અભિનેત્રીઓમાંથી એક છે. તેમણે જણાવ્યું કે તે શરૂઆતથી જ બેબાક અને બાગી રહી છે. એકવાર કંગનાના પિતાએ તેના પર હાથ ઉચકવાનો પ્રયત્ન કર્યો હતો, જેના પર તેણે પોતાના પિતાનો હાથ પકડી લીધો હતો. આ વાતનો ખુલાસો અભિનેત્રીએ ટ્વિટર પર કર્યો છે. કંગના રાનોટે પોતાના ઑફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પર લખ્યું, 'મને મારા પિતા વિશ્વના શ્રેષ્ઠ ડૉક્ટર બનાવવા માંગતા હતા, તેમને લાગ્યું કે તેઓ મને શ્રેષ્ઠ સંસ્થામાં ભણાવીને ક્રાંતિકારી પિતા બની ગયા છે, જ્યારે મેં સ્કૂલ જવાની ના પાડી ત્યારે તેમણે મને થપ્પડ મારવાનો પ્રયાસ કર્યો હતો. મેં તેમનો હાથ પકડી લીધો અને તેમને કહ્યું,'જો તમે મને થપ્પડ મારશો તો હું પણ તમને થપ્પડ મારીશ'.

કંગના રાનોટ ત્યાં જ અટકી નહીં, તેણે પોતાના બીજા ટ્વિટમાં લખ્યું, 'મારા પિતા પાસે લાઈસન્સ રાઈફલ અને બંદૂક હતી. જ્યારે હું મોટી થઈ રહી હતી, ત્યારે તેઓ ગુસ્સે નહીં થતા, તેઓ ગર્જના કરતા હતા, હું અંદરથી ધ્રૂજતી. યુવાનીમાં તેઓ પોતાની કૉલેજમાં ગેન્ગ માટે પ્રખ્યાત હતા, જેના કારણે તેઓ ગુંડા તરીકે પ્રખ્યાત થયા હતા, મારી સાથે તેમનો ઝઘડો જ્યારે થયો ત્યારે હું 15 વર્ષની હતી અને મેં ઘર છોડી દીધું હતું, આ સાથે 15 વર્ષની ઉંમરમાં પ્રથમ બાગી રાજપૂત મહિલા બની ગઈ.'

બૉલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર નિશાનો સાધતા કંગના રાનોટે પોતાના ત્રીજા ટ્વિટરમાં લખ્યું, 'આ ચિલ્લર ઈન્ડસ્ટ્રીને લાગે છે કે મારા દિમાગમાં સફળતા ઘૂસી ગઈ છે અને તેઓ મને ઠીક કરી શકે છે, હું હંમેશાથી જ બાગી હતી સફળતા બાદ ફક્ત મારો અવાજ મજબૂત થઈ ગયો છે. આજે હું રાષ્ટ્રની સૌથી પ્રખ્યાત અવાજોમાંથી એક છું. ઈતિહાસ સાક્ષી છે કે જેણે પણ મને બરાબર કરવાનો પ્રયાસ કર્યો થે, મેં તેને બરાબર કરી દીધા છે. સોશિયલ મીડિયા પર કંગના રાનોટના આ તમામ ટ્વિટ્સ ઝડપથી વાઈરલ થઈ રહ્યા છે. અભિનેત્રીના ઘણા ફૅન્સ ટ્વિટર પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.'

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK