દીપિકા પાદુકોણે ટ્રોલરની આવી રીતે કરી બોલતી બંધ, શૅર કર્યો સ્ક્રીનશૉટ

Published: 13th February, 2021 20:14 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

દીપિકા પાદુકોણ સોશિયલ મીડિયા યૂઝર્સની પર ઘણીવાર ક્લાસ લગાવતી નજર આવે છે. એકવાર ફરીથી એવું કંઈક જોવા મળ્યું છે. દીપિકાએ હાલમાં જ એક ટ્રોલર્સને તેમને ટ્રોલ કરવા પર જડબાતોડ જવાબ આપ્યો છે.

દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણ

બૉલીવુડ એક્ટેરસ દીપિકા પાદુકોણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ટૉપ અભિનેત્રીઓમાંથી એક છે. અભિનય સિવાય પોતાના જોરદાર અંદાજ માટે પણ જાણીતી છે. દીપિકા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે ન ફક્ત પોતાની તસવીરો અને વીડિયોઝ પોસ્ટ કરે છે પરંતું પોતાના અંગત જીવન વિશે કેટલીક વાતો પણ ફૅન્સ સાથે શૅર કરતી રહે છે. તેમ જ દીપિકા પાદુકોણ સોશિયલ મીડિયા યૂઝર્સની પર ઘણીવાર ક્લાસ લગાવતી નજર આવે છે. એકવાર ફરીથી એવું કંઈક જોવા મળ્યું છે. દીપિકાએ હાલમાં જ એક ટ્રોલર્સને તેમને ટ્રોલ કરવા પર જડબાતોડ જવાબ આપ્યો છે.

deepika-screen

હકીકતમાં દીપિકા પાદુકોણને ટ્રોલરે પર્સનલ ઈનબૉક્સમાં ગાળ લખીને મેસેજ મોકલ્યો હતો. યૂઝરના આ પ્રકારના દૂર્વ્યવહારને દીપિકાએ અવગણ્યું નહીં. તેમણે આ સોશિયલ મીડિયા યૂઝરને સીધો જવાબ આપવાનું વધું સારું માન્યું. દીપિકાએ ટ્રોલરના મેસેજનો સ્ક્રીનશૉટ પોતાના ઈન્સ્ટાગ્રામની સ્ટોરી પર શૅર કરતા લખ્યું, 'તમારા પરિવાર અને મિત્રોને તમારા પર ખૂબ ગર્વ અનુભવતા હશે.' દીપિકા પાદુકોણ દ્વારા શૅર કરવામાં આવેલો ટ્રોલરનો જવાબ આપતા આ સ્ક્રીનશૉટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. તેમ જ ફૅન્સને એક્ટ્રેસનો આ અંદાજ ઘણો પસંદ આવ્યો છે.

 
 
 
View this post on Instagram

A post shared by Ranveer Singh (@ranveersingh)

વાત કરીએ દીપિકાના વર્કફ્રન્ટની તો તેઓ ટૂંક સમયમાં પોતાના પતિ એક્ટર રણવીર સિંહ સાથે '83'માં નજર આવશે. કબીર ખાન દિગ્દર્શિત ફિલ્મમાં દીપિકા પાદુકોણ, કપિલ દેવની પત્ની રોમીનો રોલ ભજવી રહી છે. તેમ જ રણવીર સિંહ ફિલ્મમાં કપિલ દેવનો લીડ રોલ પ્લે કરી રહ્યા છે. આ એક સ્પોર્ટ્સ ડ્રામા છે જે વર્લ્ડ કપ વિજેતા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર કપિલ દેવના જીવન પર આધારિત છે. આ સિવાય દીપિકા આજકાલ શકુન બત્રાની અનટાઈટલ્ડ ફિલ્મની શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં તેમની સાથે અનન્યા પાન્ડે અને સિદ્ધાંત ચતુર્વેદી નજર આવશે.

આ બન્ને ફિલ્મો સિવાય દીપિકા પાદુકોણ, શાહરૂખ ખાન સાથે ફિલ્મ પઠાનમાં પણ નજર આવશે. એમાં આ બન્ને સિવાય જૉન અબ્રાહમ પણ લીડ રોલમાં છે. તેમ જ તે હ્રિતિક રોશન સાથે ફિલ્મ ફાઈટરમાં કામ કરવા જઈ રહી છે. આ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ કરશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK