Alia Bhattએ દેખાડ્યો પોતાનો બૉલ્ડ લૂક, બિકિનીમાં તસવીર વાઈરલ

Published: 7th February, 2021 16:22 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

બૉલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt)આજકાલ માલદીવમાં પોતાના વેકેશનની મજા માણી રહી છે. હવે તેણે પોતાના ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાના વેકેશનની કેટલીક તસવીરો શૅર કરી છે. જેમાં તેનો બૉલ્ડ લૂક જોવા મળી રહ્યો છે

આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ

બૉલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt) આજકાલ માલદીવમાં પોતાના વેકેશનની મજા માણી રહી છે. હવે તેણે પોતાના ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાના વેકેશનની કેટલીક તસવીરો શૅર કરી છે. જેમાં તેનો બૉલ્ડ લૂક જોવા મળી રહ્યો છે. અભિનેત્રી આલિયા ભટ્ટની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહી છે. જેમાં તે સમુદ્ર કિનારે બેસેલી ડાર્ક સનગ્લાસિસ પહેરીને એન્જૉય કરતી નજર આવી રહી છે, તેમણે તસવીરો ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કરીને એક ખાસ કેપ્શન પણ લખ્યું છે.

 
 
 
View this post on Instagram

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt)

તસવીરોમાં એક્ટ્રેસ આલિયા ભટ્ટ પ્રિન્ટેડ બિકિનીમાં ખૂબ જ સુંદર નજર આવી રહી છે. તેમના ફૅન્સ એની આ તસવીરોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને કમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તાજેતરમાં જ તેણે પોતાની કેટલીક બ્લેક એન્ડ વાઈટ તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી હતી, જેમાં તે ઘણી ક્યૂટ લાગી રહી હતી. ફોટોઝ શૅર કરીને તેણે 'વર્જીનિયા વુલ્ફ'ના કોટ્સને પણ લખ્યું છે, 'હું સાઈલેન્સના વિશે એક નવલકથા લખવા ઈચ્છું છું, તેમણે કહ્યું. એના વિશે જે લોકો વિચારે છે પણ કદી બોલતા નથી.'

તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટે ફિલ્મ સ્ટૂડન્ટ ઑફ ધ યરથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યાર બાદ તેમણે બૉલીવુડની ઘણી ફિલ્મોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે. વાત કરીએ તેના વર્કફ્રન્ટની તો આલિયા ભટ્ટ આ વર્ષે બેક ટૂ બેક ઘણી ફિલ્મોમાં નજર આવવાની છે. હાલમાં તે તેની આગામી ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'નું શૂટિંગ કરી રહી છે, આ ફિલ્મને સંજય લીલા ભણસાલીના ડાયરેક્શનમાં બની રહી છે.

આલિયા આ ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવી રહી છે, આ ફિલ્મમાં અજય દેવગન મહત્વની ભૂમિકા ભજવી રહી છે. આ સિવાય તે અયાન મુખર્જીની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં પોતાના બૉયફ્રેન્ડ રણવીર કપૂર સાથે પહેલીવાર સ્ક્રીન સ્પેસ શૅર કરવા જઈ રહી છે. સાથે જ તે સંજય લીલા ભણસાલીની બીજી ફિલ્મ 'ઈંશાલ્લાહ' અને એસએસ રાજમૌલીની ફિલ્મ 'આર આર આર'માં પણ લીડ રોલ પ્લે કરી રહી છે. આ ફિલ્મને વર્ષ 2021માં રિલીઝ કરવામાં આવી શકે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK