અક્કીએ ભર્યો 9 કરોડ ટેક્સ, જુઓ અન્ય કોણે કેટલો ભર્યો ટેક્સ

Published: 22nd December, 2012 10:37 IST

નવ કરોડ રૂપિયા સાથે અક્ષયકુમાર નંબર વન : સલમાન ખાને આઠ કરોડ રૂપિયા ટૅક્સ ભર્યો
ડિસેમ્બર ક્વૉર્ટર માટે દેશની ટોચની કંપનીઓએ ૧૩ ટકા વધુ ઍડ્વાન્સ ટૅક્સ ભર્યો, પરંતુ ઘણી ફિલ્મોએ બૉક્સ-ઑફિસ પર ૧૦૦ કરોડ રૂપિયાની કમાણી કરતાં ટોચના અભિનેતાઓએ ડિસેમ્બર મહિનામાં ગયા વર્ષ કરતાં ૫૦ ટકા વધુ ઍડ્વાન્સ ટૅક્સ ભર્યો હતો. ‘રાઉડી રોઠોડ’, ‘ઓહ માય ગૉડ’, ‘હાઉસફુલ-૨’ તથા ‘ખિલાડી-૭૮૬’ની કુલ કમાણી ૩૬૦ કરોડ રૂપિયા થતાં અક્ષયકુમારે ગયા વર્ષે ભરેલા છ કરોડ રૂપિયાની સરખામણીમાં આ વર્ષે નવ કરોડ રૂપિયા ઍડ્વાન્સ ટૅક્સ તરીકે ભર્યા હતા. આ વર્ષે સૌથી વધુ ૧૯૧ કરોડ રૂપિયાની કમાણી કરનાર ‘એક થા ટાઇગર’ તથા ૨૧ ડિસેમ્બરે ‘દબંગ-૨’ રિલીઝ થતાં સલમાન ખાને ગયા વર્ષે ભરેલા ચાર કરોડ રૂપિયાની જગ્યાએ આ વર્ષે આઠ કરોડ રૂપિયા ભર્યા હતા.

રણબીર કપૂરની ‘બર્ફી’ ફિલ્મે ૧૨૬ કરોડ રૂપિયાની કમાણી કરતાં તેણે ગયા વર્ષે ભરેલા ૨.૬૦ કરોડ રૂપિયાની જગ્યાએ આ વખતે ચાર કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. ‘અગ્નિપથ’ ફિલ્મે ૧૪૦ કરોડ રૂપિયાની કમાણી કરતાં હૃતિક રોશને પણ ૨.૨૫ કરોડને બદલે ૨.૫૦ કરોડ રૂપિયા ઍડ્વાન્સ ટૅક્સ ભર્યો હતો. અજય દેવગન તથા શાહરુખ ખાને કેટલી રકમ ઍડ્વાન્સ ટૅક્સ તરીકે જમા કરાવી એનો આંકડો હજી સુધી મળી શક્યો નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK