Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Vivek Oberoi વિરૂદ્ધ નોંધાયેલી FIRમાં પૉલીસનો માન્યો આભાર અને કહ્યું...

Vivek Oberoi વિરૂદ્ધ નોંધાયેલી FIRમાં પૉલીસનો માન્યો આભાર અને કહ્યું...

21 February, 2021 01:32 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Vivek Oberoi વિરૂદ્ધ નોંધાયેલી FIRમાં પૉલીસનો માન્યો આભાર અને કહ્યું...

વિવેક ઑબેરોય

વિવેક ઑબેરોય


બૉલીવુડ અભિનેતા વિવેક ઑબેરોય આ દિવસોમાં મુશ્કેલીમાં છે. તેમના વિરૂદ્ધ મુંબઈ પોલીસે એફઆઈઆર નોંધી છે. આ એફઆઈઆર તેમના વિરૂદ્ધ માસ્ક પહેર્યા વિના બાઈક ચલાવવા પર નોંધવામાં આવી છે. વેલેન્ટાઈન્સ ડે નિમિત્તે વિવેક ઑબેરોય પોતાની પત્ની પ્રિયંકા અલ્વા ઑબેરોય સાથે મુંબઈના રસ્તા પર રાત્રે માસ્ક પહેર્યા વગર બાઈક ચલાવતા નજર આવ્યા હતા.




હવે પોતાના વિરૂદ્ધ એફઆઈઆર નોંધવા પર વિવેક ઑબેરોયે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે મુંબઈ પોલીસનો આભાર માન્યો હતો. તેમણે ટ્વિટર પર મુંબઈ પોલીસનો આભાર માન્યો છે. પોતાના વિરૂદ્ધ એફઆઈઆર નોંધવા પર વિવેક ઑબેરોયે પોતાના ટ્વિટમાં લખ્યું, પ્યાર હમેં કિસ મોડ પે લે આયા! નિકલે થે નઈ બાઈક પર હમ અને હમારી જાન, બિના હેલમેટ કે કટ ગયા ચલાન! હેલમેટ વગર બાઈક ચલાવવા પર મુંબઈ પોલીસ પકડશે. આભાર મુંબઈ પૉલીસ, મને આ આ વાતનો અનુભવ કરાવવા માટે કે સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ છે. સલામત રહો, હેલમેટ અને માસ્ક પહેરો.

સોશિયલ મીડિયા પર વિવેક ઑબેરોયનો આ મજેદાર ટ્વિટ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. અભિનેતાના ઘણા ચાહકો અને તમામ સોશિયલ મીડિયા યૂઝર્સ તેના ટ્વિટ પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે વિવેક ઑબેરોય વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. સાથે જ હેલમેટ ન પહેરવા બદ્દલ 500 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. હકીકતમાં મુંબઈમાં કોરોના વાઈરસના કેસો વધી રહ્યા છે. આવી સ્થિતિમાં અધિકારીઓએ આ વાતના નિર્દેશો આપ્યો છે કે જે પણ માસ્ક લગાવવાના નિયમોનું પાલન નહીં કરે, તેમની સામે કાર્યવાહી થવી જોઈએ.


જૂહુ પોલીસ સ્ટેશનમાં વિવેક ઑબેરોય વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. હકીકતમાં વિવેક ઑબેરોયે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શૅર કર્યો છે. એમાં તે નવી બાઈક પર હેલમેટ અને માસ્ક વગર બાઈક ચલાવતા નજર આવી રહ્યા હતા. આ પ્રસંગે તેની પત્ની પત્ની પણ સાથે નજર આવી હતી. એફઆઈઆર આઈપીસી કલમ 188 અને 269 હેઠળ નોંધવામાં આવી છે. એ સિવાય તેમના પર 500 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ કલમ હેઠળ તેમને 6 મહિનાની જેલ અથવા દંડ બન્ને થઈ શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

21 February, 2021 01:32 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK