બૉલીવુડ એક્ટર શાહરૂખ ખાન(Shah Rukh Khan)ની પુત્રી સુહાના ખાન (Suhana Khan)ફૅમસ સ્ટાર કિડ્સમાંથી એક છે. તેમ જ સુહાના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હંમેશા સુહાના પોતાની લેટેસ્ટ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કરતી રહે છે. તેમ જ ઘણી વાર સુહાનાની જૂની પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ જાય છે. આ બધાની વચ્ચે તેનો એક જૂનો વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ ધમાલ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં સુહાના ખાન પૂલમાં તેના મિત્ર સાથે મસ્તી કરતી નજર આવી રહી છે. આ વીડિયોને ફૅન્સ પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. તેમ જ એના પર કમેન્ટ કરીને જાત-જાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
View this post on Instagram
સુહાના ખાનનો વાઈરલ થઈ રહેલો વીડિયો આજનો નહીં પરંતુ થ્રોબેક છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે તે પોતાના મિત્ર સાથે સ્વિમિંગ પૂલમાં મસ્તી કરતી નજર આવી રહી છે. તેમ જ સુહાના પોતે સ્વિમિંગ પૂલમાં એન્જૉય કરતી સમયે પોતાનો વીડિયો બનાવી રહી છે. સુહાનાનો આ વીડિયો તેના ફૅન ક્લબે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કર્યો છે. સુહાના ખાનના આ વીડિયો પર લોકો ઘણી કમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે. તેમ જ એમાં તેનો મેકઅપ લૂક ખરેખર સુંદર લાગી રહ્યો છે.
આ પહેલા સુહાના ખાને પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોતાની બે તસવીરો શૅર કરી હતી. આ બન્ને તસવીરોને જોઈને એવું લાગી રહ્યું છે કે તે પોતાની આંખો સાથે વાત કરી રહી છે અને ફૅન્સને કંઈક કહેવા માંગે છે. તેમ જ આ ફોટોથી વધારે એનું કેપ્શન મજેદાર છે. પહેલી તસવીરમાં સુહાનાની આંખો ખુલ્લી જોવા મળી છે. મોટી અને સુંદર આંખોવાળી સુહાનાએ તેની સાથે કેપ્શનમાં લખ્યું છે, 'eyes wide'. તેમ જ બીજા ફોટોમાં તેની આંખો બંધ નજર આવી રહી છે. આ તસવીર સાથે સુહાનાએ લખ્યું છે, 'શટ ગેટ ઈટ'. સાથે એવુ લાગી રહ્યું છે કે તે જાણે પોતાની આંખો સાથે વાત કરી રહી છે.
શાહરુખ માટે બનાવવામાં આવ્યું મુંબઈમાં આફ્રિકા
27th February, 2021 16:08 ISTTotal Timepass: શાહરુખ સાથે પઠાનનું શૂટિંગ શરૂ કર્યું સલમાને
26th February, 2021 12:20 ISTવિરાટે સતત ચોથા વર્ષે સિતારાઓને આપી માત,જુઓ 2020માં તેની બ્રાન્ડ વેલ્યૂ
4th February, 2021 15:45 ISTટૉમ ક્રુઝની જેમ બુર્જ ખલીફા પર ફાઇટિંગ કરશે શાહરુખ?
4th February, 2021 12:28 IST