શાહરુખ ખાને કંઈક આવા અંદાજમાં ઉજવી હોળી, ટ્વિટર પર કહી આ વાત..

Published: Mar 10, 2020, 16:54 IST | Mumbai

બૉલીવુડના કિંગ ખાન એટલે શાહરુખ ખાન (Shah Rukh Khan)એ કંઈક આવી રીતે હોળી (Holi 2020) સેલિબ્રેટ કરી છે, સાથે જ ટ્વીટ કરીને ફૅન્સને આવો સંદેશો આપ્યો છે.

શાહરુખ ખાન
શાહરુખ ખાન

બૉલીવુડના કિંગ ખાન એટલે શાહરુખ ખાન (Shah Rukh Khan)એ કંઈક આવી રીતે હોળી (Holi 2020) સેલિબ્રેટ કરી છે, સાથે જ ટ્વીટ કરીને ફૅન્સને આવો સંદેશો આપ્યો છે.

આખા દેશમાં જ્યાં હોલી હૈ... હોલી હૈની ધૂમ છે અને સેલેબ્સ સતત પોતાના ફૅન્સને શુભેચ્છાઓ આપી રહ્યા છે. ત્યાં બૉલીવુડની કિંગ ખાન રંગથી નહીં પરંતુ સૂર્યની રોશની સાથે હોળી સેલિબ્રેટ કરી રહ્યા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બાદશાહ એટલે શાહરુખ ખાન હાલ તો ફિલ્મોથી દૂર છે પરંતુ તેઓ હંમેશા સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફૅન્સ સાથે વાતો શૅર કરતા રહે છે. હોળીના દિવસે પણ એક્ટર શાહરુખ ખાન ટ્વિટર દ્વારા પોતાના ફૅન્સની સાથે વાતચીત કરતા નજર આવ્યા. તેમણે ટ્વિટર પર ટ્વિટ કરીને ફૅન્સને હોળીના દિવસે આ સંદેશો આપ્યો છે.

 

 

શાહરુખ ખાને પોતાના ટ્વિટર અકાઉન્ટ દ્વારા એક ફોટો શૅર કર્યો છે. આ ફોટોમાં શાહરુખ ખાન પર સૂર્યના કિરણ પડતા નજર આવી રહ્યા છે. આ ફોટો શૅર કરતા ફૅન્સને હોળીની શુભકામનાઓ પણ આપી. એમણે કેપ્શનમાં લખ્યું, 'અને અહીંયા જે પણ સૂર્યના કિરણના બધા રંગો જોઈ રહ્યા છે. તમને બધા રંગોની ખુશી મળે .તમારી ખુશી ઉત્સાહ અને ગાંડપણના રંગથી ભરેલી રહે. હેપ્પી હોલી અને સુરક્ષિત રહો.'

આ પણ જુઓ : Gala Awards 2020: જુઓ આ અભિનેત્રીઓનો ગ્લેમરસ અવતાર

શાહરુખ ખાનના આ ટ્વિટ પર લોકો ઘણી કમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ફિલ્મની વાત કરીએ તો એમણે 'ઝીરો' બાદ કોઈ નવી ફિલ્મ સાઈન કરી નથી. ફિલ્મ ઝીરો આનંદ એલ રાયે ડિરેક્ટ કરી હતી અને આ ફિલ્મમાં એમની સાથે કેટરિના કૈફ અને અનુષ્કા શર્મા નજર આવી હતી અને હવે આગામી પ્રોજેક્ટને લઈને ફૅન્સમાં ઘણો ઉત્સાહ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK