મુગ્ધા ગોડસે અને પોતાની વચ્ચેના 14 વર્ષના એજ ગેપ વિશે રાહુલ દેવે કહ્યું કે...

Updated: Mar 10, 2020, 11:15 IST | Mumbai

ઉંમરના 14 વર્ષના અંતર બાબતે રાહુલ દેવે કહ્યું કે, ‘શરૂઆતમાં હું પણ એજ ગેપને લઈને ચિંતામાં હતો પણ પછી મને અનુભૂતિ થઈ કે મારા માતા-પિતા વચ્ચે પણ 10 વર્ષનો એજ ગેપ હતો. એટલે આ કોઈ એટલો મોટો ગેપ નથી.

રાહુલ દેવ અને મુગ્ધા ગોડસે
રાહુલ દેવ અને મુગ્ધા ગોડસે

બૉલીવુડમાં ઘણીવાર કપલમાં એજ ગેપને લઈને મોટા સમાચાર આવતા રહે છે. આ કપલ્સમાં અર્જુન કપૂર-મલાઈકા અરોરા, મિલિંદ સોમન- અંકિતા, શાહિદ કપૂર-મીરા રાજપૂર અને આમિર ખાન-કિરણ રાવ જેવા સ્ટાર્સ સામેલ છે. એવામાં હજી એક કપલ ચર્ચાનો વિષય બની ગઈ છે. જી હાં મૉડલ એક્ટર અને બૉલીવુડના બેડ બૉય રાહુલ દેવ પણ કેટલાક સમયથી એક્ટ્રસ મુગ્ધા ગોડસેને ડેટ કરી રહ્યા છે. તેઓ બન્ને છેલ્લા 2015થી રિલેશનશિપમાં છે અને બન્ને સ્ટાર હંમેશા સોશિયલ મીડિયા પર પોસ્ટ્સ શૅર કરતા રહે છે. બન્ને વચ્ચે 14 વર્ષનો અંતર છે.

રાહુલ અને મુગ્ધા વચ્ચે આ પહેલી નજરનો પ્રેમ ન હતો. ઉંમરના 14 વર્ષના અંતર બાબતે રાહુલ દેવે કહ્યું કે, ‘શરૂઆતમાં હું પણ એજ ગેપને લઈને ચિંતામાં હતો પણ પછી મને અનુભૂતિ થઈ કે મારા માતા-પિતા વચ્ચે પણ 10 વર્ષનો એજ ગેપ હતો. એટલે આ કોઈ એટલો મોટો ગેપ નથી. હું એવું પણ માનું છું કે જ્યાં સુધી તમે ખુશ છો ત્યાં સુધી ઉંમરનો તફાવત અને બીજું કઈ મેટર કરતું નથી. અમે બંને એક જ પ્રોફેશનમાં હોવાથી એકબીજાને કઈ રીતે મદદ કરવી જોઈએ એ અમને ખબર છે.

મુગ્ધાએ તેમના સંબંધ વિશે જણાવ્યું કે, ‘અમારા સંબંધે અમારા જીવનમાં પોઝિટિવ ફેરફાર કર્યો છે. જ્યારે તમે પ્રેમમાં પડો છો ત્યારે તમે કઈ વિચારતા નથી. બધું આપમેળે જ થઈ જાય છે. મને રાહુલ સાથે રહેવામાં કોઈ જ પ્રકારની ચિંતા લાગતી નથી.’

એક દીકરાનો પિતા છે રાહુલ દેવ

રાહુલની પહેલી પત્ની રિનાનું મૃત્યુ 2009માં કેન્સરના કારણે થયું હતું. તેમને સિદ્ધાર્થ નામનો એક દીકરો પણ છે. રાહુલ અને મુગ્ધા એકબીજાને એક કોમન ફ્રેન્ડના લગ્નમાં 2013માં મળ્યા હતા.પહેલી નજરમાં બંને વચ્ચે પ્રેમ ન થયો હતો. બન્નેએ એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો અને એકબીજાના પ્રેમમાં પડ્યા.

આ પણ જુઓ : હોલી હૈ.... બૉલીવુડના આ 10 હોળી સૉન્ગ સાંભળીને થઈ જશો ક્રેઝી

વર્કફ્રન્ટની વાત કરીએ તો રાહુલ દેવ વર્ષ 2017માં 'મુબારકાં'માં જોવા મળ્યા હતા. આ ફિલ્મને અનીસ બાઝ્મીએ ડિરેક્ટ કરી હતી અને આ ફિલ્મમાં અનિલ કપૂર, અર્જુન કપૂર, ઈલિયાના ડિક્રૂઝ અને આથિયા શેટ્ટી જેવા સ્ટાર્સ નજર આવ્યા હતા. ત્યાં મુગ્ધા ગોડસેની વાત કરીએ તો તેમણે 'શર્મા જી કી લગ ગઈ'માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં શરમન જોશી, વિક્રમ સિંહ, બિદિતા બેગ, માહી સોની, મુગ્ધા ગોડસે, ઝરીના વહાબ જેવા સ્ટાર્સ નજર આવ્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK