Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઈમરાન હાશ્મીએ ખરીદી લેમ્બોર્ગિની કાર, જાણો એની કિંમત

ઈમરાન હાશ્મીએ ખરીદી લેમ્બોર્ગિની કાર, જાણો એની કિંમત

11 July, 2019 03:57 PM IST | મુંબઈ

ઈમરાન હાશ્મીએ ખરીદી લેમ્બોર્ગિની કાર, જાણો એની કિંમત

ઈમરાન હાશ્મી

ઈમરાન હાશ્મી


બૉલીવુડમાં સીરિયલ કિસર તરીકે જાણીતા એક્ટર ઈમરાન હાશ્મીના ઘરે નવા મહેમાનનું આગમન થયું છે. હાલમાં જ ઈમરાને સ્પોર્ટ્સ કાર લેમ્બોર્ગિની અવેન્ટાડોર ખરીદી છે. હાલમાં જ ઈમરાન મુંબઈના રસ્તાઓ પર આ કાર ચલાવતો જોવા મળ્યો હતો. પીળા રંગની સુંદર કારની કિંમત 5 કરોડ રૂપિયા છે. લેમ્બોર્ગિની અવેન્ટાડોરમાં અત્યંત પાવરફુલ V12 એન્જિન લાગેલું છે. આ કાર ત્રણ સેકન્ડમાં 0થી 100 કિમી/કલાકની સ્પીડે દોડે છે. 

 
 
 
View this post on Instagram

#emranhashmi snapped in his new Lamborghini ??#viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) onJul 9, 2019 at 5:31am PDT




આગામી ઈમરાન વેબ સીરીઝમાં દેખાશે

ઈમરાન હાશ્મી નેટફ્લિક્સ ઓરિજનલ વેબ સીરીઝ 'બાર્ડ ઓફ બ્લડ'થી ડિજિટલ ડેબ્યૂ કરશે. આ વેબ સીરિઝને શાહરૂખ ખાન પ્રોડ્યૂસ કરવાના છે. 'બાર્ડ ઓફ બ્લડ' વેબ સીરીઝ 27 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. આ વેબ સીરીઝના 8 એપિસોડ છે. ઉલ્લેખનીય છે કે 'બાર્ડ ઓફ બ્લડ' વેબ સીરીઝ ઓથર બિલાલ સિદ્દીકીની બુક 'બાર્ડ ઓફ બલ્ડ' પર આધારિત છે. આ વેબ સીરીઝમાં ઈમરાન પ્રોફેસર કબીર આનંદના રોલમાં છે. આ ઉપરાંત સીરિઝમાં અમાયરા દસ્તુર, શશાંક અરોરા, કીર્તિ કુલ્હારી, વિનીત કુમાર સિંહ, જયદીપ અહલાવત વગેરે જેવા કલાકારો છે. આ વેબ સીરીઝને રિભુ દાસગુપ્તાએ ડિરેક્ટ કરી છે.


આ પણ જુઓ : લેખા પ્રજાપતિ: કોહલી સાથે કામ કરી ચૂકેલી આ મૉડલ છે સોશિયલ મીડિયા સેન્સેશન

હાલ 'ચેહરે'નું શૂટિંગ પૂરું કર્યું ઈમરાને

ઈમરાને હાલમાં જ અમિતાભ બચ્ચન સાથેની ફિલ્મ 'ચેહરે'નું શૂટિંગ પૂર્ણ કર્યું. રૂમી જાફરીની આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં રિયા ચક્રબર્તી, કિર્તી ખરબંદા, અનુ કપૂર અને શ્રદ્ધા કપૂરનો ભાઈ સિદ્ધાંત કપૂર જોવા મળશે. આ સિવાય ઈમરાન હાશ્મી એક્ટર જૉન અબ્રાહમ સાથે 'મુંબઈ સાગા'માં જોવા મળશે. આ ફિલ્મ સંજય ગુપ્તા ડિરેક્ટ કરવાના છે અને ફિલ્મ ગેન્ગસ્ટર્સ પર આધારિત છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે. ઈમરાન છેલ્લે 'વ્હાય ચીટ ઈન્ડિયા'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.

Whatsapp-channel Whatsapp-channel

11 July, 2019 03:57 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK