Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બૉલીવુડ એક્ટર સની દેઓલનો કોરોના વાઈરસ રિપોર્ટ પૉઝિટિવ

બૉલીવુડ એક્ટર સની દેઓલનો કોરોના વાઈરસ રિપોર્ટ પૉઝિટિવ

02 December, 2020 09:11 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બૉલીવુડ એક્ટર સની દેઓલનો કોરોના વાઈરસ રિપોર્ટ પૉઝિટિવ

સની દેઓલ

સની દેઓલ


બૉલીવુડના ફૅમસ એક્ટર અને ગુરદાસપુરના સંસદ સની દેઓલના ફૅન્સ માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. સની દેઓલ કોરોના પૉઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. સની દેઓલનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ રહેવાની પુષ્ઠિ હિમાચલ પ્રદેશના આરોગ્ય સચિવ અમિતાભ અવસ્થીએ કરી છે. તેમણે જણાવ્યું કે સની દેઓલ છેલ્લા કેટલાક દિવસથી કુલ્લુ આવ્યા છે.

સમાચાર ન્યૂઝ એજન્સી પીટીઆઈને આરોગ્ય સચિવ અમિતાભે જણાવ્યું કે કુલ્લુના ચીફ મેડિકલ ઑફિસર દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર સની દેઓલ અને તેમના મિત્રો મુંબઈ માટે રવાના થવાના હતા. આ દરમિયાન મંગળવારે બીજેપી સાંસદ સની દેઓલમાં મંગળવારે કોરોના વાઈરસના લક્ષ્ણો મળી આવ્યા હતા.



તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી 64 વર્ષીય સની દેઓલે મુંબઈમાં ખબાની સર્જરી કરાવી હતી. તેમ જ પીટીઆઈના રિપોર્ટ અનુસાર તે કુલ્લુ જિલ્લાના મનાલી પાસે એક ફાર્મહાઉસમાં સાજા થઈ રહ્યા હતા. પરંતુ તે જ સમયે એમનો કોરોનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો, જે એમના પરિવાર અને ફૅન્સ માટે એક મોટો ઝટકો છે.


ફિલ્મ 'અપને'ની સીક્વલની જાહેરાત

સની દેઓલે તાજેતરમાં પોતાની આગામી ફિલ્મ અપને સીક્વલની જાહેરાત કરી છે. એને લઈને એમણે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર એક વીડિયો શૅર કરતા લખ્યું હતું કે, બાબાજીના આર્શીવાદ અને તમારા પ્રેમના કારણે આજે અમે પાછા એક સાથે નજર આવીશું. હું ખુશ છુ કે પિતા, ભાઈ અને દીકરા સાથે કામ કરવાની તક મળી રહી છે. ફિલ્મ અપને-2 દિવાળી 2021એ થિયટરોમાં રિલીઝ થશે.


Whatsapp-channel Whatsapp-channel

02 December, 2020 09:11 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK