અક્ષયકુમારને મળેલા નૅશનલ અવૉર્ડ પર ઊઠ્યા સવાલો

Published: May 05, 2019, 08:39 IST | મુંબઈ

રૂલબુક મુજબ કોઈ પણ વિદેશીને અવૉર્ડ માટે લાયક ગણી શકાય છે

અક્ષયકુમાર
અક્ષયકુમાર

અક્ષયકુમાર ઇન્ડિયાનો નાગરિક ન હોવાથી તેને મળેલા નૅશનલ અવૉડને લઈને સવાલો ઊઠી રહ્યા છે. જોકે આ દુનિયાની કોઈ પણ વ્યક્તિએ ભારતીય ફિલ્મમાં કામ કર્યું હોય તો તે નૅશનલ અવૉર્ડ્‍‍સને લાયક છે. અક્ષયકુમારે લોકસભાના ઇલેક્શનમાં વોટિંગ ન કર્યું હોવાથી તે હાલમાં ચર્ચામાં છે. અક્ષયે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે તેની પાસે કૅનેડાનું નાગરિકત્વ છે અને એને લઈને કોઈ મુદ્દો ન બનાવવો જોઈએ. આ ચર્ચા બાદ હવે તેને નૅશનલ અવૉર્ડ કેમ આપવામાં આવ્યો એ ચર્ચાનો વિષય બન્યો છે. ઘણા લોકો એ વિશે સવાલ કરી રહ્યા છે. નૅશનલ અવૉર્ડ વિજેતા ફિલ્મ-ઍડિટર અને રાઇટર અપૂર્વ અસરાનીએ ટ્વીટ કર્યું હતું કે ‘શું કૅનેડાના નાગ‌િરક ઇન્ડિયાનો નૅશનલ અવૉર્ડ મેળવી શકે છે? ૨૦૧૬માં અક્ષયકુમારને બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ મળ્યો હતો જે ‘અલીગઢ’ માટે મનોજ બાજપાઈને મળશે એવી અમને આશા હતી. અક્ષયકુમારના કેસમાં જ્યુરી અને મિનિસ્ટરીએ ભૂલ કરી હોય તો શું અવૉર્ડ પાછો મેળવી શકાય છે?’

નેશનલ ફિલ્મ ફેસ્ટિવલની રૂલબુક અનુસાર વિદેશના ફિલ્મ પ્રોફેશનલ્સ અને ટેક્નિશ્યન પણ આ અવૉર્ડને લાયક ગણી શકાય છે. અક્ષયકુમારને ‘રુસ્તમ’ માટે અવૉર્ડ મળ્યો હતો. શાહરુખ ખાનની ‘રઈસ’નો ડિરેક્ટર રાહુલ ઢોળકિયાએ રૂલબુકનો ફોટો ટ્વિટર પર શૅર કરતાં ટ્વીટ કર્યું હતું કે ‘નેશનલ અવૉર્ડ વિશે થોડી સાફ-સફાઈ આપી દઉં છું કે વિદેશના લોકો પણ ન‘શનલ અવૉર્ડ મેળવી શકે છે. આ લીગલ છે અને વિશ્વાસપાત્ર છે. ઑફિશ્યલ માહિતી મને મનોજ શ્રીવાસ્વ પાસેથી મળી છે જેમણે મને રરૂલબુક મોકલી હતી.’

નરેન્દ્ર મોદી સાથેના નૉન-પૉલિટિકલ ઇન્ટરવ્યુને લઈને અક્ષયકુમાર પર પ્રહાર કર્યો

‘રંગ દે બસંતી’માં જોવા મળેલા સિદ્ધાર્થે હાલમાં અક્ષયકુમાર પર આડકતરો પ્રહાર કર્યો છે. અક્ષયકુમારે લોકસભાના ઇલેક્શન પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે નૉન-પૉલિટિકલ ઇન્ટરવ્યુ કર્યો હતો. આ ઇન્ટરવ્યુને લઈને સિદ્ધાર્થે ટ્‍‍વિટર પર ટ્વીટ કર્યું હતું કે ‘હે ડોનલ્ડ ટ્રમ્પ, તમે ફરીથી ઇલેક્શનમાં ચૂંટાવાના છો ત્યારે હું તમને મારી સાથે એક ઇન્ટરવ્યુ કરવાનું સજેસ્ટ કરું છું. તમે શું ખાઓ છો, કેટલી ઊંઘ કાઢો છો, તમારી વર્ક હ‘બિટ્સ અને ક્યુટ પર્સનાલિટીને લઈને મારી પાસે ઘણા મહત્ત્વના સવાલો છે.

આ પણ વાંચો : Avengers Endgameએ બાહુબલી 2 અને દંગલને છોડ્યા પાછળ, 300 કરોડની નજીક

મારી પાસે ઇન્ડિયન પાસપોર્ટ પણ છે. મને ડાયરેક્ટ મેસેજ કરી શકો છો.’ આ મેસેજને લઈને અક્ષયકુમારના એક ચાહકે સિદ્ધાર્થની ઠેકડી ઉડાવી હતી કે સિદ્ધાર્થ માફ કરજે, પરંતુ કૅનેડિયનને ત્યાં પહોંચતાં ઓછો સમય લાગતો હોવાથી તે બાજી મારી જશે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK