Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Akshay Kumar વિરૂદ્ધ નોટિસ દાખલ, ફિલ્મ 'રૂસ્તમ'થી જોડાયેલો છે મામલો

Akshay Kumar વિરૂદ્ધ નોટિસ દાખલ, ફિલ્મ 'રૂસ્તમ'થી જોડાયેલો છે મામલો

27 February, 2021 05:36 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Akshay Kumar વિરૂદ્ધ નોટિસ દાખલ, ફિલ્મ 'રૂસ્તમ'થી જોડાયેલો છે મામલો

અક્ષય કુમાર

અક્ષય કુમાર


ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર વિરૂદ્ધ મધ્ય પ્રદેશનની કટનીની કોર્ટે એક નોટિસ ફટકારી છે અને તેમને 10 માર્ટે હાજર થવા માટે કહ્યું છે. આ નોટિસ ફિલ્મ રૂસ્તમના એક સીન માટે મોકલવામાં આવી છે, જે 2016માં રિલીઝ થઈ હતી.

સીનમાં અક્ષય કુમાર એક વકીલને 'બેશર્મ' કહેતા નજર આવે છે. હવે કટનીના વકીલ મનોજ ગુપ્તાએ આ મામલે કેસ દાખલ કર્યો છે અને કટની કોર્ટના જજ સુશીલ કુમાલે અક્ષય કુમાર સિવાય ઝી એન્ટરટેનમેન્ટ એન્ટરપ્રાઈઝિસ લિમિટેડના અધ્યક્ષ સુભાષ ચંદ્રા, ફિલ્મ નિર્દેશક ટીનૂ સુરેશ દેસાઈ અને ફિલ્મ કલાકાર આનંદ દેસાઈ વિરૂદ્ધ અરજી દાખલ કરી છે.



 
 
 
View this post on Instagram

A post shared by Akshay Kumar (@akshaykumar)


રિપોર્ટ અનુસાર આ અરજી વકીલે સેક્શન 500, 501 અને 502 હેઠળ દાખલ કરી છે અને આરોપ લગાવ્યો છે કે ફિલ્મ રૂસ્તમના સીનમાં ક્રૉસ એક્ઝામિનેશન દરમિયાના 'બેશર્મ' શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મ રૂસ્તમમાં અક્ષય કુમાર સિવાય ઈલિયાના ડિક્રૂઝ, અર્જન બાજવા અને ઈશા ગુપ્તાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં અક્ષય કુમારે એક નૌકાદળ અધિકારીની ભૂમિકા ભજવી હતી, જેની પત્ની એક બિઝનેસમેનના પ્રેમમાં પડી જાય છે. હવે જજે નોટિસ ફટકારી દરેકને 10 માર્ચે કોર્ટમાં હાજર રહેવા કહ્યું છે.


અક્ષય કુમાર ફિલ્મ અભિનેતા છે. તેમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓ જલદી ફિલ્મ સૂર્યવંશીમાં નજર આવશે. આ ફિલ્મમાં તેમના સિવાય કેટરિના કૈફની પણ મહત્વની ભૂમિકા રહેશે. આ ફિલ્મનું નિર્દેશન રોહિત શેટ્ટીએ કર્યું છે. તેમ જ આ ફિલ્મમાં અજય દેવગન અને રણવીર સિંહ પણ ગેસ્ટ અપીયરેન્સમાં નજર આવશે. અક્ષય કુમાર ફિલ્મ અભિનેતા છે. તેમની ફિલ્મો ખૂબ જ પસંદ કરવામાં આવે છે. અક્ષય કુમાર સામાજિક કાર્યોમાં પણ ભાગ લે છે. તેમણે પીએમ કેર ફંડમાં 25 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

27 February, 2021 05:36 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK