Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અંધાધુન ઍક્શન ડિરેક્ટર પરવેઝ ખાનનું હાર્ટ અટેકને કારણે નિધન

અંધાધુન ઍક્શન ડિરેક્ટર પરવેઝ ખાનનું હાર્ટ અટેકને કારણે નિધન

27 July, 2020 10:06 PM IST | Mumbai Desk
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

અંધાધુન ઍક્શન ડિરેક્ટર પરવેઝ ખાનનું હાર્ટ અટેકને કારણે નિધન

અંધાધુન

અંધાધુન


ઍક્શન ડિરેક્ટર(Action Director) પરવેઝ ખાન(Parvez Khan)નું હાર્ટ અટેક(Heart Attack)ને કારણે 55ની વયે નિધન થઈ ગયું છે. તેઓ છેલ્લા કેટલાય વર્ષોથી બોલીવુડ(Bollywood)માં સક્રીય હતા અને આ દરમિયાન તેમણે અક્ષય કુમાર(Akshay Kumar), શાહરુખ ખાન(Shah Rukh Khan) જેવા સિતારાઓથી લઈને વરુણ ધવન(Varun Dhawan) અને આયુષ્માન ખુરાના(Ayushmann Khurrana) જેવા યંગ સિતારાઓ સાથે પણ કામ કર્યું.

ઍક્શન ડિરેક્ટર પરવેઝ ખાનનું હાર્ટ અટેકને કારણે 55ની વયે નિધન થયું છે. તેમણે શ્રીરામ રાઘવન સાથેની સુપરહિટ ફિલ્મ અંધાધુન અને બદલાપુરમાં પણ કામ કર્યું. પરવેઝ સાથે ઘણાં સમયથી કામ કરતાં નિશાંત ખાને પીટીઆઇને જણાવ્યું કે પરવેઝના હ્રદયમાં દુઃખાવો વધ્યા પછી તેમને મુંબઇની રૂબી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.



નિશાંતે જણાવ્યું કે 'તેમને સોમવારે સવારે હાર્ટ અટેક આવ્યું હતું અને હૉસ્પિટલ પહોંચતાં તેમને મૃત જાહેર કરી દેવામાં આવ્યા. તેમને કોઇપણ હેલ્થ ઇશ્યૂઝ નહોતાં પણ રવિવાર રાતથી તેમને છાતીમાં દુઃખાવો થઈ રહ્યો હતો.' ફિલ્મમેકર હંસલ મેહતા, પરવેઝ ખાન સાથે ફિલ્મ શાહિદમાં કામ કરી ચૂક્યા છે. વર્ષ 2013માં આવેલી આ ફિલ્મમાં રાજકુમાર રાવે મુખ્ય પાત્ર ભજવ્યું હતું અને આ ફિલ્મ નેશનલ અવૉર્ડ વિજેતા પણ રહી.



હંસલ મેહતાએ ટ્વીટ કરીને લખ્યું છે કે, "હાલ જ સમાચાર મળ્યા છે કે ઍક્શન ડિરેક્ટર પરવેઝ ખાને આ વિશ્વને અલવિદા કહી દીધું છે. અમે બન્નેએ ફિલ્મ શાહિદમાં સાથે કામ કર્યું હતું. માત્ર એક સિંગલ ટેકમાં દંગા કરાવવાનું સિક્વેન્સ શૂટ કરાવી દીધું હતું. તે એક ખૂબ જ સ્કિલફુલ, એનર્જીથી ભરપૂર એવા માણસ હતા. તમારો તે અવાજ આજે પણ મારા કાનમાં ગૂંજી રહ્યો છે."

જણાવવાનું કે પરવેઝ ખાને પોતાના કરિઅરની શરૂઆત ઍક્શન ડિરેક્ટર અકબર બક્શીને અસિસ્ટ કરીને કરી હતી. તેમણે અકબરને અક્ષય કુમારની ફિલ્મ ખિલાડી, શાહરુખ ખાનની ફિલ્મ બાઝીગર અને બૉબી દેઓલની ફિલ્મ સોલ્જરમાં અસિસ્ટ કર્યા હતા.

વર્ષ 2004માં રામગોપાલ વર્માની ફિલ્મ અબ તક છપ્પનની સાથે તેમણે સ્વતંત્ર થઈને કામ કરવાનું શરૂ કરી દીધું હતું. ત્યાર પછી તેમણે શ્રીરામ માધવનની ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું જેમાં જૉની ગદ્દાર, એજન્ટ વિનોદ, બદલાપુર અને અંધાધુન જેવી ફિલ્મો સામેલ છે.

Whatsapp-channel Whatsapp-channel

27 July, 2020 10:06 PM IST | Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK