Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > બૉબી દેઓલની આશ્રમ 2 રિલીઝ થશે ૧૧ નવેમ્બરે

બૉબી દેઓલની આશ્રમ 2 રિલીઝ થશે ૧૧ નવેમ્બરે

18 October, 2020 07:22 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બૉબી દેઓલની આશ્રમ 2 રિલીઝ થશે ૧૧ નવેમ્બરે

બૉબી દેઓલ

બૉબી દેઓલ


બૉબી દેઓલની ‘આશ્રમ: ચૅપ્ટર 2 ધ ડાર્ક સાઇડ’ ૧૧ નવેમ્બરે MXપ્લેયર પર રિલીઝ થશે. પ્રકાશ ઝા ડિરેક્ટેડ આ વેબ-સિરીઝમાં બૉબી દેઓલ કાશીપુરના બાબા નિરાલાની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. આ પહેલાંની સિરીઝ લોકોને ખૂબ પસંદ પડી હતી. ૨૦ કરોડથી પણ વધુ લોકોએ એ જોઈ હતી, જેની સ્ટોરી અધૂરી રાખવામાં આવી હતી. હવે એને સેકન્ડ સિરીઝમાં પૂરી કરવામાં આવશે. સ્ટોરી એક ઢોંગી બાબાની આસપાસ ફરે છે. બાબાને માનનારા ભક્તોનો વિશાળ વર્ગ છે, જે બાબા પર આંખ બંધ કરીને વિશ્વાસ કરે છે. પહેલી સીઝનમાં આશ્રમમાં મૃતદેહો અને નરકંકાલ મળી આવે છે. હવે આગળની સ્ટોરી સેકન્ડ સિરીઝમાં લોકોને જોવા મળશે. આ સિરીઝમાં ચંદન રૉય સાન્યાલ, અદિતિ પોહનકર, તુષાર પાન્ડે, દર્શન કુમાર, અનુપ્રિયા ગોએન્કા, ત્રિધા ચૌધરી સચિન શ્રોફ અને અનિલ રસ્તોગી પણ જોવા મળશે.


Whatsapp-channel Whatsapp-channel

18 October, 2020 07:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK