બૉબી દેઓલે વેબ-સિરીઝ ક્લાસ ઑફ '83'ની શૂટિંગ શરૂ કરી

Published: May 06, 2019, 15:29 IST | મુંબઈ

બૉબી દેઓલ તેની આગામી વેબ-સિરીઝને લઈને ખૂબ ઉત્સાહી છે. શાહરુખ ખાનના બૅનર રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ ‘ક્લાસ ઑફ ‘83’ને પ્રોડ્યુસ કરવાનો છે.

બૉબી દેઓલ
બૉબી દેઓલ

બૉબી દેઓલ તેની આગામી વેબ-સિરીઝને લઈને ખૂબ ઉત્સાહી છે. શાહરુખ ખાનના બૅનર રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ ‘ક્લાસ ઑફ ‘83’ને પ્રોડ્યુસ કરવાનો છે. અતુલ સભરવાલ એને ડિરેક્ટ કરવાનો છે. આ વેબ-સિરીઝ એક એવા પોલીસની છે જે ટ્રેઇનર બને છે. તેના સ્ટુડન્ટ્સ સન્માન અને આદર્શ દેશ પ્રત્યેના સમર્પણની આંટીઘૂંટીમાં જકડાઈ જાય છે. આ વેબ-સિરીઝનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યુ છે. ક્લૅપબોર્ડનો ફોટો ટ્વિટર પર શૅર કરીને બૉબી દેઓલે ટ્વીટ કર્યું હતું, ‘વેબ-સિરીઝ ‘ક્લાસ ઑફ ‘83’ને લઈને હું ખૂબ ઉત્સાહી છું. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ ઇન્ડિયા ઓરિજિનલની આ સિરીઝને અતુલ સભરવાલ ડિરેક્ટ કરવાના છે.’

ફિલ્મની વાર્તા

આ નેટફ્લિક્સ ઓરિજિનલ ફિલ્મ ક્લાસ ઑફ '83ની સ્ટોરી એક પોલીસ ઓફિસરની છે જે ટ્રેનર બને છે. તેના સ્ટુડન્ટ્સ પ્રતિષ્ઠા, મોરલ્સ અને દેશભક્તિની જટિલતા વચ્ચે સંઘર્ષ કરી રહ્યા હોય છે એવું દર્શાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : બીમારી બાદ મહાનાયકનું ટ્વીટ, ચાહકોનો માન્યો આભાર

આગામી પ્રોજેક્ટ

ક્લાસ ઑફ '83' સિવાય શાહરૂખ ખાન નેટફ્લિક્સ માટે એક વેબ સિરીઝ પણ પ્રોડ્યૂસ કરી રહ્યો છે. 'બાર્ડ ઑફ બ્લડ' નામની વેબ સિરીઝમાં ઇમરાન હાશ્મી લીડ રોલમાં છે. છેલ્લે શાહરુખ ખાનના બેનર 'રેડ ચિલીઝ એન્ટરટેઇન્મેન્ટ' હેઠળ અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુ સ્ટારર ફિલ્મ 'બદલા' પ્રોડ્યૂસ થઇ હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK