કંગનાની મુંબઇ ઑફિસે BMCના દરોડા,અભિનેત્રી એ કહ્યું સપનાં તૂટવાનો સમય...

Published: Sep 07, 2020, 18:32 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

કંગનાએ પોતે આ વાતની માહિતી સોશિયલ મીડિયા દ્વારા આપી છે. કંગનાએ પહેલા પોતાની ઑફિસનો વીડિયો શૅર કર્યો

કંગના રણોત (ફાઇલ ફોટો)
કંગના રણોત (ફાઇલ ફોટો)

કંગના (Kangana Ranaut) રણોતની પ્રૉડક્શન (Production Company) કંપનીની ઑફિસે બીએમસી (BMC)એ દરોડા (Raid) પાડ્યા છે. કંગનાએ પોતે આ વાતની માહિતી સોશિયલ (Social Media) મીડિયા દ્વારા આપી છે. કંગનાએ પહેલા પોતાની ઑફિસનો વીડિયો (Video) શૅર કર્યો અને લખ્યું, "આ મુંબઇમાં મણિકર્ણકિા (Manikarnika Films Office) ફિલ્મ્સની ઑફિસ છે, જેને મેં પંદર વર્ષની મહેનત કરીને તૈયાર કરી છે, મારા જીવનનું એકમાત્ર સપનું હતું જ્યારે પણ હું ફિલ્મ (Producer) નિર્માતા બનું મારી પોતાની ઑફિસ હોય, પણ લાગે છે કે એ સપનું તૂટવાનો સમય આવી ગયો છે. આજે ત્યાં એકાએક બીએમસીના લોકો આવી ગયા છે."

કંગનાએ ફરી બીજો વીડિયો શૅર કર્યો જેમાં બીએમસીના લોકો કંગનાની ઑફિસમાં બધી માપણી કરી રહ્યા છે. આ વીડિયો શૅર કરીને કંગનાએ લખ્યું, "તે જબરજસ્તી મારી ઑફિસમાં ઘૂસ્યા અને બધી માપણી કરવા લાગ્યા. જ્યારે મારા પાડોશીએએ આ બાબતે આપત્તિ દર્શાવી તો તેમને પણ હેરાન કર્યા. અધિકારીઓની ભાષા કંઇક આવી હતી, "વો જો મેડમ હૈ ઉસકી કરતૂત કા પરિણામ સબકો ભરના હોગા" મને સૂચના આપવામાં આવી છે કે તે કાલે મારી સંપત્તિ ધ્વસ્ત કરી રહ્યા છે."

કંગનાએ ત્રીજું ટ્વીટ કર્યું, "મારી પાસે બધાં દસ્તાવેજ છે અને બીએમસીની પરવાનગી પણ. મેં મારી પ્રૉપર્ટીમાં કંઇ પણ ગેરકાયદે નથી કર્યું. બીએમસીએ સ્ટ્રક્ચર પ્લાન મોકલવું જોઇએ એ બતાવવા માટે કે ક્યાં ગેરકાયદેસર કન્સ્ટ્રક્શન થયું છે, તે પણ નોટિસ સાથે. પણ તેમણે આજે મારી ઑફિસે રેડ પાડી કોઇપણ નોટિસ વગર અને કાલે સવારે તે બધું જ ધ્વસ્ત કરી દેશે."

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK