Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Birthday : પૂનમ પાંડે એક્ટ્રેસ ઓછી અને બોલ્ડનેસ ઘણી

Birthday : પૂનમ પાંડે એક્ટ્રેસ ઓછી અને બોલ્ડનેસ ઘણી

11 March, 2019 02:50 PM IST |

Birthday : પૂનમ પાંડે એક્ટ્રેસ ઓછી અને બોલ્ડનેસ ઘણી

પૂનમ પાંડે

પૂનમ પાંડે


બોલીવુડ અભિનેત્રી પુનમ પાંડે આજે તેનો 28મોં જન્મ દિવસ ઉજવી રહી છે. નાની ઉમરમાં પુનમ પાંડેએ મોટી ઉપ્લબ્ધી મેળવી છે. પુનમ પાંડેએ 2013માં બોલીવુડ ફિલ્મમાં પદાપર્ણ કર્યું. પણ તેની વધુ ઓળખ સેક્સી અને બોલ્ડ અવતારથી થાય છે. આજે કોઇ પણ પુનમ પાંડેનું નામ સાંભળે કે વાચે તેને સૌથી પહેલા બોલ્ડ અને સેક્સી અભિનેત્રી તરીકેની જ ઇમેજ ઉભી થાય છે.

સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પણ બોલ્ડ & સેક્સી તસવીરો



Poonam pandey


તસવીર સૌજન્ય પૂનમ પાંડે ફેસબુક પોસ્ટ

પૂનમ પાંડેના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં બોલ્ડ અને સેક્સી તસવીરો વધુ જોવા મળે છે. પૂનમ પાંડેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત નશા ફિલ્મથી કરી હતી. આ ફિલ્મના સ્ટોરી અને વિષયને કારણે વિવાદોમાં સંપડાઈ હતી. જો કે આ જ ફિલ્મથી તે બિગ સ્ક્રિન પર જોવા મળી હતી. આ ફિલ્મ પહેલા પણ તેણે મોડલિંગ કરેલું છે. જેમાં તેણે બોલ્ડનેસની તમામ હદો વટાવી છે. તેની આ જ બોલ્ડ અને સેક્સી ઈમેજને કારણે દર્શકો દ્વારા વખણાઈ તેમ જ વખોડાયેલી છે.


શક્તિ કપુર સાથેના બોલ્ડ સિનથી વધુ ચર્ચામાં આવી

2013માં ફિલ્મ નશાથી મોટ સ્ક્રિન પર આવેલી પૂનમે થોડાં સમય પહેલા ધ જર્ની ઓફ કર્મા ફિલ્મમાં શક્તિ કપૂર સાથે બોલ્ડ સિન્સમાં જોવા મળી જેવે કારણે તે સતત ચર્ચામાં રહી. જો કે ન્યૂ યર, દિવાળી, ક્રિસમસ હોય કે ક્રિકેટ મેચ કોઈપણ બાબતમાં પોતે ન્યૂડ થશે તેવી જાહેરાત કરતી પૂનમ પાંડેએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં પોતાની એક સેમી ન્યૂડ તસવીર શેર કરી અને લખ્યું હતું કે જો ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ જીતશે તો તે ન્યૂડ થશે.

આ પણ વાંચો : છેક કરિયરની શરૂઆતમાં નવાઝે ફોટોગ્રાફરના રોલ માટે આપ્યું હતું ઓડિશન

2011માં કેલેન્ડર ગર્લ રહી ચુકી છે

પૂનમ પાંડે અભિનેત્રી પહેલા એક જાણીતી મૉડલ હતી. તે 2011માં કેલેન્ડર ગર્લ રહી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે ગ્લેડરેગ્સ 2010માં ટોપ 8માં પણ તેણે સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ સિવાય તે એક એડલ્ટ ફિલ્મમાં પણ જોવા મળી હતી. આ બધામાં તે પોતાના બોલ્ડ સિન્સને કારણે સતત ચર્ચામાં રહી હતી. સોશિયલ મીડિયા પર લોકો તેના આ બોલ્ડ અવતારના ઘેલા છે તો કેટલાક લોકો તેની પર અભદ્ર કમેન્ટ પણ કરે છે. આમ તેનો આ અંદાજ કેટલાક દર્શકો પસંદ કરે છે તો કેટલાક તેને નકારે પણ છે.

Whatsapp-channel Whatsapp-channel

11 March, 2019 02:50 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK