જન્મદિવસે પેરન્ટ્સ જૉનને રોકડા રૂપિયા ગિફ્ટ આપે છે

Published: 17th December, 2012 04:54 IST

આજે જૉન એબ્રાહમ ૪૦ વર્ષનો થશે. અત્યારે તે કેરળમાં શુજિત સરકારની ફિલ્મ ‘જાફના’નું શૂટિંગ કરી રહ્યો છે.

લાગે છે કે તેનું આ નવું વરસ ખૂબ સારું જવાનું છે. જન્મદિવસની ઉજવણી માટે તેના પેરન્ટ્સ પણ કેરળ પહોંચી ગયા છે. જૉનને બર્થ-ડેના દિવસે શોરશરાબો કરીને પાટA મનાવવાનું નથી ગમતું. તે કહે છે, ‘મને શાંતિથી જન્મદિવસ ઊજવવાનું ગમે છે. કેક પરની મીણબત્તીઓ બુઝાવીને બર્થ-ડે સૉન્ગ સાંભળવાનું મને થોડુંક ક્ષોભજનક લાગે છે. મારા પેરન્ટ્સને પણ આવુંબધું નથી ગમતું.’

દર જન્મદિવસે પેરન્ટ્સ જૉનને એક સીલ કરેલું કૅશ રૂપિયાનું કવર ગિફ્ટ આપે છે. એમાં કેટલા રૂપિયા હોય છે એ કહેવાનું ટાળતાં જૉન કહે છે કે દર વર્ષે તેમના તરફથી મળતી કૅશ-ગિફ્ટની રકમ વધતી રહે છે.

આવતા વર્ષ દરમ્યાન જૉનની એક ઍક્શન હીરોની ઇમેજ ઊભરી આવે એવું લાગે છે. સંજય ગુપ્તાની ફિલ્મ ‘માન્યા સુર્વે’માં જૉનનો ગૅન્ગસ્ટરનો રોલ ચર્ચામાં છે. આવતા વર્ષે જૉનની બૅક-ટુ-બૅક ત્રણ ફિલ્મો છે અને એ બધી ઍક્શન ફિલ્મો છે. જૉન કહે છે, ‘મારો સુર્વેનો રોલ સૌને ચોંકાવી દેનારો છે. એની તમામ ક્રેડિટ સંજય ગુપ્તા અને એકતા કપૂરને જાય છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK